Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા આન બાન શાન થી નીકળી : ઠેર ઠેર ભક્તો દ્વારા રથયાત્રાનુ સ્વાગત કરાયું

પંકજ પટિત

ઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્ટપુભાઈ વસૈયાના પરવારજનો દ્વારા પહિંદ વિધિ કરાવવામા આવીઝાલોદ નગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નિમિતે નગરજનો ખૂબ જ ઉત્સાહિત જોવા મળતા હતા આજે વહેલી સવારે સાત વાગે રાધાકૃષ્ણ મંદિર મીઠાચોક ( મોસાળ ) માંથી રણછોડરાય મંદિરે ઢોલ નગારા સાથે વાજતે ગાજતે લઈ જવામાં આવી હતી. મીઠાચોક રાધેકૃષ્ણ મંદિર ખાતે સોળ દિવસ દરમિયાન રોજ ભજન કીર્તન કરી ભગવાન જગન્નાથજીની સેવા પૂજા કરવામાં આવી હતી. દરરોજ મોટા પ્રમાણમાં રાધેકૃષ્ણ મંદિર ખાતે મોટા પ્રમાણમાં લોકો ભજન કીર્તન અને ભગવાનની સેવા પૂજાનો લાભ લીધો હતો.
રણછોડરાય મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરતીના યજમાન રાજ પીઠાયા, રાહુલ પ્રજાપતિ, કરણ પંચાલ, ઉરેશ પરીખ દ્વારા કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ મનમોહન શૃંગાર કરી ભગવાન કૃષ્ણ ,ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાને રથમાં બેસાડવામાં આવ્યા હતા. ભગવાનનો રથ ખૂબ જ સુંદર અને અલૌકિક લાગતો હતો. રથમા બેસાડી રથયાત્રા નગરમાં પ્રસ્થાન કરે તે પૂર્વે ટપુ વસૈયા તેમજ તેમના પરિવાર દ્વારા ચાંદીની સાવરણી થી પહીંદવિધિ કરવામાં આવી હતી. દર વર્ષે ભગવાનના મંદિરે ભક્તો દર્શન કરવા જતા હોય છે આજે ભગવાન જગન્નાથ જાતે નગર ભ્રમણ કરવા નીકળેલ છે. ભગવાન જગન્નાથના નગર ભ્રમણના લ્હાવાને દરેક ભક્તો આંખોમાં વસાવી લેવા ઇચ્છુક હોય છે. ભગવાન કૃષ્ણ ,ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રાના રથ ને દોરડા થી હાંકવા માટે શ્રદ્ધાળુઓમા પડાપડી થતી જોવા મળતી હતી. નગરના વિવિધ રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રાનો ફરી હતી દરેક રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરી આશીર્વાદ મેળવવા મોટા પ્રમાણમાં ભક્તો ઉમટી પડેલ હતી. ઈન્દોર થી આવેલ ભગવાનના સ્વરૂપ દર્શાવતી ઝાંખી એ નગરમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું તેમજ ઝાંખીના અલૌકિક પ્રદર્શનને જોઈ નગરના ભક્તોએ સાક્ષાત ભગવાનના સ્વરૂપના દર્શન કર્યા હોય તેમ લાગતું હતું. નગરના વિવિધ રૂટ પર વાજતે ગાજતે જય જગન્નાથના નાદ સાથે ગગન ગુંજાવી ભક્તિ ભર્યા વાતાવરણ વચ્ચે રથયાત્રા નગરમાં ફરી હતી.
નગરના વિવિધ રૂટ પર ફરી રથયાત્રા ગીતા મંદિરે આવતા ત્યાં કિશોરભાઈ વસૈયાના પરિવાર દ્વારા ગીતા મંદિરમાં ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી મામેરુ ભર્યું હતું. દાહોદ જિલ્લાના પૂર્વ પ્રમુખ શીતલબેન વાઘેલા તેમજ તેમના પરિવાર અને મિત્રો દ્વારા રામદ્વારા મંદિરે થી ગીતો ગાતા જઈ ભગવાનના નવા વસ્ત્રો થાળીમાં સજાવી વાજતે ગાજતે લઈ જવામાં આવ્યા હતા. ભગવાનના મામેરા પ્રસંગે ગીતા મંદિર ખાતે રામ ભક્ત મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવેલ હતું મોટા પ્રમાણમાં મહાપ્રસાદનો લાભ ભક્તોએ લીધો હતો.
નગરમાં રથયાત્રા મુવાડા રણછોડરાય મંદિર થી ભીલ રાજા વસૈયા ચોક , સરદાર પટેલ ચોક ,આંબેડકર ચોક ,ડબગર વાસ, ગીતા મંદિર, સ્વર્ણિમ સર્કલ, કોળીવાડા,મીઠાચોક, લાલજી મંદિર, રામસાગર તળાવ, સોમનાથ મંદિર, લુહારવાડા, શહીદ રાજેશ ચોક ,ભરત ટાવર, થી વિશ્વકર્મા મંદિરે યાત્રા પૂર્ણ થયેલ હતી. રથયાત્રાનુ સમાપન આરતી કરી કરવામાં આવ્યું હતું છેલ્લે મહાપ્રસાદનો લાભ લઈ જય જગન્નાથ કહી યાદગાર ક્ષણ આંખોમાં વસાવી લોકો છૂટા પડ્યા હતા.ઝાલોદ પોલીસના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ એચ.સી.રાઠવા, પી.એસ.આઈ સિસોદિયા, પી.એસ.આઈ રાઠોડ તેમજ પોલિસ સ્ટાફ દ્વારા નગરમાં શાંતિ જળવાઈ રહે તે માટે દિવસભર નગરમાં પોલિસ વાન ફરી હતી તેમજ રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવતા પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી.નગરપાલિકા દ્વારા પણ રથયાત્રા પૂર્વે રોડ રસ્તાનુ પેચવર્ક કરી સરાહનીય કામગીરી કરી હતી.

Share

Related posts

ધાનપુર તાલુકામાં વન વિભાગની ટીમ દ્વારા સફાઈ કરીને ગાંધી જયંતીની ઉજવણી કરાઈ

gujaratjanekta

R&B પંચાયત અને સ્ટેટના બે ગુજરનાર રોજમદારોના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય તેમજ લાભો ચૂકવવા બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

ઝાલોદ નગરના બામણીયા કૂવાની હાલત દયનીય : પાલિકા સત્વરે કામગીરી કરે તેવી લોકમાંગ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial