Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવશ્રી મેહુલભાઈ મછારના અધ્યક્ષ સ્થાને ઝાલોદ તાલુકાની કદવાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો પ્રવેશોત્સવ

માતાપિતાએ બાળકોને ધોરણ ૧૨ સુધી ભણવાનો મોકો અઆપ્વો જોઈએ પછી તો બાળકો આગળનો અભ્યાસનો નિર્ણય જાતે
દાહોદ : ઝાલોદ તાલુકાની કદવાલ પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વર્ષ ૨૦૨૫/૨૬ અંતર્ગત મુખ્ય મહેમાન ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવ શ્રી મેહુલભાઈના અધ્યક્ષશ્રીએ બાલવાટિકામાં અને ધોરણ ૧ માં પ્રવેશપાત્ર બાળકોને સ્કૂલ બેગ સાથે નોટ પેન આપી મો મીઠું કરાવીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.કદવાલ પ્રાથમિક શાળામાં ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ ક્રમમાં આવેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સાથે જ્ઞાનસેતુ, CET અને જ્ઞાન સાધના, CGMS, તેમજ NNMS મા પાસ થનાર બાળકો, સાથે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ હાસલ કરનાર વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓને ઇનામ આપીને આગામી વર્ષમાં સારૂ પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગુજરાત માનવ અધિકાર આયોગના ઉપ સચિવ શ્રી મેહુલભાઈએ વાલીઓ અને શિક્ષકોને સંબોધન કરતા કહ્યું કે, હું પોતે ઝાલોદ તાલુકાનો છું અને અમે દરેક પરિસ્થિતિ સામે લડીને ભણ્યા છીએ. એટલે કોઈએ પોતાની જાતને આર્થિક રીતે પાછળ હોવાથી શિક્ષણમાં અમે આગળ ના જઈ શકીએ તેવું કદીએ ના વિચારવું જોઈએ. હંમેશા પોઝિટિવ રહીને ભણવું જોઈએ અને વાલીઓને કહ્યું હતું કે, તમે તમારા બાળકોને ધોરણ 12 સુધી તો ભણાવો ત્યાર પછી બાળક પોતાની રીતે આગળનો અભ્યાસ કરી લેશે. પરંતુ તમે તેને પાંચમાં સાતમાં ધોરણમાં મજૂરી અર્થે બહાર જાઓ છો ત્યારે સાથે લઈ જાઓ છો ત્યારે તેનું ભણતર બગડે છે. ક્યાંક નાપાસ થાય છે અને બાળક નાસીપાસ થઈ જાય છે. અને ભણતર છોડી દે છે જે બાળકને આવનાર સમયમાં પણ મજૂરી કરવાનો વારો આવે છે.એટલે દરેક વાલીએ પોતાના બાળકને ભણાવવું જ જોઈએ જે આગળ વધીને સારા એવા વ્યવસાયમાં જાય તો એનું ઘર તો સુધરશે આગળ આવે પણ પાડોશના ચાર ઘરોને પણ તે આગળ લાવશે. એટલે દરેક વાલી પોતાના બાળકને ભણાવે અને શિક્ષકો પોતાના બાળકો સમજી બાળકોને શિક્ષણ પીરસે તેવું જ કહ્યું હતું.પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અંતે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એસએમસીના સભ્યો સાથે બાળકના ડ્રોપ આઉટ રેસોયો અંગે અને સાક્ષરતા દર અને શાળા પરિસર બાબતે મીટીંગ યોજવામાં આવી હતીઆ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં લાયઝન અધિકારીશ્રી, ભાજપ પાર્ટીના પ્રમુખશ્રી રીટાબેન નિનામા, આંગણવાડી આઇસીડીએસની બહેનો, કદવાળ PHC સ્ટાફ, એસએમસીના અધ્યક્ષ, સભ્યો, ગામના આગેવાનો, યુવાનો અને શાળાના શિક્ષકો, આચાર્ય અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ નગરની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ કઢાવવા રાત્રે 10 વાગ્યાથી લાઈનમા : જવાબદાર તંત્ર ચૂપ

gujaratjanekta

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલ જેના ઘરે જમવા ગયા હતા તે ઓટો ડ્રાઇવરના ‘U Turn’ પર પ્રતિક્રિયા આપી હતી

gujaratjanekta

માજી સૈનિકો ઉપર હુમલો કરવાની સાહી સુકાઈ નથી ત્યાં તલવારથી કેક કાપતા લુણાવાડા તા.ના પૂર્વ પ્રમુખ સંજય બારીયાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial