Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નં. 5 ના કોર્પોરેટરશ્રી તેજલબેન બી. વ્યાસ દ્વારા આધારકાર્ડ, e-KYC સહિતનો મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સંકેત પંડયા : જર્નાલિસ્ટ

વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નં 5 માં આવેલ વૈકુંઠ ચાર રસ્તા પાસેના શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટર ખાતે આધારકાર્ડ સુધારા વધારા, આયુષ્યમાન વય વંદના કાર્ડ, રેશનકાર્ડ E-KYC જેવા સેવા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર વાડી વિધાનસભાના ધારાસભ્યશ્રી મનીષાબેન વકીલ, વડોદરા શહેર ભાજપ પ્રમુખશ્રી ડૉ. જયપ્રકાશ સોની, પૂર્વ ચેરમેન અને કોર્પોરેટરશ્રી ડૉ. હિતેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા કેમ્પનું આયોજન વોર્ડ નં 5 ના કોર્પોરેટરશ્રી તેજલબેન બિજલભાઈ વ્યાસ, દ્વારા કરવામાં આવતા વોર્ડનં 5 ની સંપૂર્ણ ટીમ, સંગઠનના હોદેદારો, કાર્યકર્તાઓ સહિત ખુબ મોટી સંખ્યામા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત વાડી વિધાનસભાના ધારાસભ્યશ્રી મનીષાબેન વકીલ, ડૉ. હિતેન્દ્રભાઇ પટેલ તેમજ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની નું પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા ભૂતિયા અને બોગસ રેશનકાર્ડ ધારકોની ઓળખ છતી થાય અને જે જરૂરિયાતમંદ અને સાચો લાભાર્થી છે તેને તેના હક્કનું અનાજ મળી રહે તેમજ સ્થાનિક વિસ્તારના લોકોને ઘર આંગણે સરકારની યોજનાનો લાભ મળી રહે તે હેતુથી વોર્ડ નં. 5 માં આ સેવા કેમ્પ યોજાયો હતો.

 શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટર ખાતે યોજાયેલ આ સેવા કેમ્પમાં વડોદરા શહેરના ખુબ મોટી સંખ્યામાં લોકોએ આ સેવા કેમ્પનો લાભ લીધો હતો.

Share

Related posts

ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!

gujaratjanekta

પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા “વિશ્વ સિકલ સેલ દિવસ”ની ઉજવણી કરાઈ

gujaratjanekta

વડાપ્રધાન મોદીએ કહ્યું : ચાલો આવો બધા – મારો જૂનો કાર્યકર્તા ડો.ચંદ્રકાન્ત પંડ્યા જોડે ફોટો પડાવો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial