Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ડી.એ.પી અને યુરિયા ખાતરનો જથ્થો પર્યાપ્ત કરાવવા મુખ્યમંત્રી પાસે માંગ કરી

પંકજ પંડિત

ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા દાહોદ જિલ્લાના ઝાલોદ, ફતેપુરા, સંજેલી, સીંગવડ, લીમખેડા, દેવગઢ બારિયા, ધાનપુર, ગરબાડા અને દાહોદ તાલુકામાં આવતી સહકારી સંસ્થાઓમા ખાતરનો જથ્થો ખરીફ સિઝનમાં પૂરતો મળી રહે તે માટે લેખિત રજૂઆત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને કરેલ છે.
દાહોદ જિલ્લામા ખરીફ સિઝનમાં અંદાજીત એક લાખ થી વધુ ખેડૂતો મકાઈ, સોયાબીન, ડાંગર, અડદ, તુવર તેમજ અન્ય પાકનું વાવેતર અંદાજીત 216 હેક્ટરમા કરતા હોય છે. આ વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે નબળા તેમજ શૈક્ષણિક રીતે અતિ પછાત છે તેઓ મોટે ભાગે વતન બહાર મજૂરી અર્થે જતા હોય છે અને તેથી તેઓ એડવાન્સમા ખાતર ખરીદી શકતા નથી તેથી અહીંના ખેડૂતો વરસાદ પડે ત્યારબાદ જ ખાતર ખરીદવાનો આગ્રહ રાખે છે. વાવણી સમયે અચાનક માંગ વધતા ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમા ખાતર મળતું નથી જેથી સહકારી સંસ્થામાં ખાતરની અવ્યવસ્થા ન સર્જાય તે માટે વાવણીના સમયે ખેડૂતો ને પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળી રહે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત ઝાલોદ 130 ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા કરવામાં આવેલ છે.

Share

Related posts

ફતેપુરાના કરોડીયા પૂર્વ ગામે કતલખાના માંથી બજરંગ દળ તથા ગૌરક્ષકો દ્વારા ઝડપાયેલો માસનો જથ્થો ગાયનો હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો

gujaratjanekta

વિજ્ઞાન ગુર્જરી “સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023” મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

વાપીમાં હેરંબા ઇન્ડસ્ટ્રીઝે મેળવેલી સિદ્ધિઓ અને સમાજ ઉપયોગી કાર્યની ખુશીમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial