Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાની 72 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે છેલ્લા દિવસે સુધી 352 સરપંચો અને 1355 સભ્યોની ઉમેદવારીના ફોર્મ ભરાયા

પંકજ પંડિત

ઝાલોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઘસારો : નગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા72 ગ્રામ પંચાયત તેમજ 601 સભ્યો માટે ચૂંટણી યોજાશેજાણવા મળેલ સૂત્રો મુજબ સાત ગ્રામ પંચાયત સમરસ થયેલ છેઝાલોદ તાલુકામાં આજરોજ 08-06-2025 સોમવારના રોજ ગ્રામ પંચાયત તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી અંગે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે દરેક ઉમેદવારો પોતાના સમર્થકો તેમજ ગ્રામ્ય શૈલીમા ઢોલ કુંડી સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવા આવ્યા હતા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.
ચૂંટણી સંદર્ભે અંદાજીત 3000 થી વધુ ફોર્મ ઉમેદવારો અને સભ્યો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવ્યા હતા. 72 ગ્રામ પંચાયતમા 14 ચૂંટણી અધિકારીની નિમણુંક કરવામાં આવી હતી જેમાં તાલુકા પંચાયતમા 9 અને મામલતદાર કચેરીમાં 5 ચૂંટણી અધિકારી નિમવામાં આવેલ હતા. 72 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 30 મહિલા અનામત અને 42 પુરુષો માટે સરપંચની ઉમેદવારી માટે ફોર્મ ભરવામા આવ્યા હતા. જાણવા મળેલ સૂત્રો મુજબ સાત જેટલી ગ્રામ પંચાયત સમરસ થયેલ છે આ માહિતી સત્તાવાર મળેલ નથી પરંતુ આ માહિતી ગ્રામજનો દ્વારા મૌખિક આપેલ છે જેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ આ ગ્રામ પંચાયત સમરસ ગણવામાં આવશે.
આજ રોજ છેલ્લા દિવસે કુલ 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 349 સરપંચોના ફોર્મ અને 1349 સભ્યોના ફોર્મ ભરાયા તેમજ પાંચ પેટા ચૂંટણી માટે ત્રણ સરપંચ અને છ સભ્યોના ફોર્મ ભરાયા હતા કુલ 72 ગ્રામ પંચાયત માટે 352 સરપંચના ફોર્મ તેમજ 1355 ફોર્મ ભરાયેલ હતા.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકાનુ એમ.જી.વી.સી.એલનુ 1,95,21,685 નુ લાઈટ બિલ બાકી : એમ.જી.વી.સી.એલ દ્વારા 15 દિવસમાં લાઇટ બિલ ભરવાની નોટિસ મોકલી

gujaratjanekta

દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન યુવકનું મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકામા વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial