પંકજ પંટિત
પચાસ રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યુંદાહોદ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સાથ સહકાર થી ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ટી.એચ.ઓ તુષાર ભાભોર તેમજ સ્ટાફના સહયોગથી રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પ સવારે 10 થી બપોરના 2 વાગ્યા સુધી યોજાયું હતું. આ કેમ્પનો મુખ્ય આશય ભારત પાકિસ્તાન વચ્ચે થતાં યુદ્ધના માહોલને લઈ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. જો ભવિષ્યમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ સર્જાય તો ભારતીય સૈન્યને તેમજ ત્યાં આજુબાજુ રહેતા કોઈ પણ વ્યક્તિને રક્તની જરૂરિયાત સર્જાય તો તેને પહોંચી વળવા માટે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે. રક્તદાન સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિએ દર ત્રણ માસના ગાળામાં જરૂર કરવું જોઈએ જેથી કોઈ પણ બીમારીના સંજોગોમાં જરૂરિયાત સર્જાય તો બીમાર વ્યક્તિના જીવન માટે ઉપયોગી સાબિત થાય તેમ હોય છે. તેથી જ રક્તદાનને મહાદાન તરીકે પણ ઓળખવામાં આવે છે.આજના રક્તદાન નિમિતે પચાસ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું. આજનાં રક્તદાન કેમ્પમા અમુક લોકો એ તો પહેલી વાર રક્તદાન કર્યું હતું. રક્તદાન કર્યાનો સુંદર અહેસાસ સહુના ચહેરા પર જોવા મળતા હતા.

