Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

પ્રાકૃતિક ખેતી કરો અને આવનાર પેઢીને સ્વસ્થ અને રોગમુક્ત બનાવો ખેડૂત ભરત ભાભોર

પંકજ પંડિત

પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વખતે સરકારી સહાય વિશે પણ વિસ્તાર પૂર્વક માહિતી અને સહાય મેળવવા માટેની પ્રક્રિયા વિશે સમજ આપતા પ્રગતિશીલ ખેડૂત ભરતભાઈ ભાભોરદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં પાવડી ગામે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત ભાભોર ભરતભાઈ આત્મા પ્રોજેક્ટ દાહોદ દ્વારા વડતાલ, અડાલજ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા મુવાલિયા ફાર્મ ખાતે પ્રાકૃતિક ખેતીની પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. તેમજ આત્મા પ્રોજેક્ટ દ્વારા દાહોદ તેમજ જિલ્લા બહાર મોકલીને પ્રાકૃતિક ખેતી અને મોડલ ફાર્મ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ અલગ અલગ જગ્યાએ જઈને પ્રાકૃતિક ખેતી વિશેની તાલીમ લીધા બાદ છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરે છે.ભરતભાઈ ખેતીમાં મકાઈ, ડાંગર, ચણા, ઘઉં, મગ, અને શાકભાજીમાં રીંગણ, મરચા, કોબીજ, ફ્લાવર, ભીંડા, દુધી ,કાકડી ,ડુંગળી, બટાકા, લસણ, સહિત ગાય આધારિત પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરે છે. તેઓ પોતાના ખેતરમાં જીવામૃત – ઘન જીવામૃત જંતુનાશક અસ્ત્રો તૈયાર કરીને ખેતરમાં તેનો છંટકાવ કરે છે તેમજ પાકને પાણી પીયત કરતી જીવામૃતને પાણીમાં ભેળવવામાં આવે છે.ભરતભાઈએ કહ્યું હતું કે , પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધે છે, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના છાણ – ગૌમૂત્રથી 10 એકર જમીનમાં ખેતી થઈ શકે છે. આ નહીવત ખર્ચમાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી થઇ શકે છે. આર્થિક રીતે સધ્ધર બનાવે છે સાથે માનવીય સ્વાસ્થ્ય અને જીવસૃષ્ટિનુ રક્ષણ માટે માત્ર પ્રાકૃતિક ખેતી જ એક રસ્તો છે.સાથે વધુમાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી પકવેલા શાકભાજી સ્વાદે મીઠાશ અને ગુણકારી હોય છે સાથે ભરતભાઈ ઋતુ પ્રમાણે આજુબાજુના ગામડાઓમાં જઇને ખેડુતોને પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી સાથે પ્રાકૃતિક ખેતી કઇ રીતે કરવી તેની પદ્રતિસર શીખવીને ખેડુતોને પાકૃતિક ખેતી તરફ લાવી રહ્યાં છે. જેથી હવે ગામડાના ખેડૂતો અને શિક્ષિત કુટુંબના લોકો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. હું દર સિઝનમાં પાંચ પાંચ ગામડામાં જઈને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કરીને પ્રાકૃતિક ખેતી કરવા માટે માહિતી આપું છું.ભરતભાઈને આત્મા દ્વારા મોડલ ફાર્મની 13,500 ની સહાય આપવામાં આવી હતી તેમજ ખેતીવાડી વિભાગ અનાજ સંગ્રહ કરવા માટે પાક સંગ્રહ સ્ટ્રકચર ગોડાઉનની સહાય આપવામાં આવી છે. તેઓ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતી વખતે સરકારી સહાય વિશે પણ વિસ્તાર પૂર્વક માહિતી અને સહાય મેળવવા માટેની પ્રક્રિયા વિશે ઊંડાણ પૂર્વક સમજ આપે છે.

Share

Related posts

પ્રોહીની બદી નાબુદ કરવા માટેની પોતાના ઉપરી અધિકારીઓની સુચના મુજબ દાહોદ એસ.ઓ.જી. શાખાના જવાબદાર પોલિસ અધિકારીઓ તથા તેમના તાબાના પોલિસ કર્મીઓએ ઈન્દોર હાઈવેથી રળીયાતી તરફ જતાં રોડના ફાંટા પર ગોઠવેલ વોચ દ

gujaratjanekta

માંડવીમાં નવરાત્રી પંડાલમાં પોલિસ દ્વારા બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ બાદ પ્રવેશ

gujaratjanekta

લો બોલો : બાલાસિનોર પ્રધાનમંત્રી આવાસ યોજના કર્મચારીઓએ ધનેલા અને દોલત પોરડામાં બે માળના મકાન ધરાવનારને આવાસને લાભ આપ્યો!! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial