Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

ઝાલોદ નગરના ફતેપુરા રોડ પર થી કોળીવાડામા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા જાગૃત નાગરિકની નગરપાલિકાને લેખિત અરજી દ્વારા માંગ કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ સરકારી જમીનો પર પાકા બાંધકામ કરી રસ્તા સાંકડા કરી દેવાયા ઝાલોદ નગરના ફતેપુરા રોડ થી કોળીવાડા જતા સરકારી રસ્તાઓ પર પાકા દબાણો ઉભા થઈ ગયેલ છે. આ પાકા દબાણો થઈ જતાં આવા જવાના રસ્તા ખૂબ જ સાંકડા થઈ ગયેલ છે જેથી કોઈ પ્રાઇવેટ કાર પર અંદર જઈ શકે તેમ નથી તેમજ અમુક વિસ્તારોમાં તો આવા જવાના રસ્તાને અમુક લોકોએ બાઇક ન નીકળે તે રીતે બંધ કરી દીધેલ છે.ઝાલોદ નગરની ગુલિસ્તાન સોસાયટીના પશ્ચિમે આવેલો રસ્તો કે જે ફતેપુરા રોડ તરફના કોળીવાડાના બહાર સુધી છે. જે રસ્તો પહેલા વિસ ફૂટ પહોળાઈનો હતો. જે ત્યાં રહેતા સ્થાનિક રહેવાસીઓ દ્વારા દબાણ કરીને ગેરકાયદેસર રીતે પાકા બાંધકામ કરેલ છે તેમજ નગરપાલિકા દ્વારા બનાવેલ કસ્બા માંથી આવતી ગટર લાઇનો ઉપર પણ અહીંના રહીશો દ્વારા પાકા બાંધકામ કરવામાં આવેલ છે. તેમજ જાગૃત નાગરિક રસીદ અબ્દુલ ટીમિવાળા એ લેખિત અરજીમાં જણાવેલ છે કે ફારુક મસ્જિદ પર જતા રસ્તા ઉપર સલીમ નાગુજીના મકાનની આગળ પાછળ આવવા જવાના બે રસ્તા આવેલ છે ત્યા આવવા જવાના રસ્તા પર સલીમ નાગુજીએ તેમની મકાન પાસે પાકું બાંધકામ કરી રસ્તો બંધ કરી દીધેલ છે. તેમજ આ વિસ્તારના ઘણા ખરા બાંધકામ અહીંયા રહેનાર સ્થાનિક રહીશો દ્વારા પાકા બાંધકામ કરી રસ્તાઓ સાંકડા કરી દીધેલ છે. સ્થાનિકો દ્વારા મોટા પ્રમાણમાં પાકા બાંધકામ કરીને દબાણો કરી દેવામાં આવતા અહીંયા રહેતા રહીશોને આવવા જવામાં ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહેલ છે. કોઈ પણ જાતની ઇમર્જન્સીમા અહીંયા થી વાહનોને નીકળવામા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. જેથી ઝાલોદ નગરપાલિકા સત્વરે આ પાકા બાંધકામ દુર કરી રોડ પહોળા કરવા માટે જાગૃત નાગરિક રસીદ અબ્દુલ ટીમિવાળા દ્વારા લેખિત અરજી દ્વારા માંગ કરવામાં આવેલ છે.જાગૃત નાગરિક દ્વારા કહેવામાં આવ્યું છે કે વારંવાર અરજી કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી હવે જોવું રહ્યું કે પાલિકા આ અંગે કેવી કામગીરી કરશે.

Share

Related posts

વડાપ્રધાન મોદીએ કહ્યું : ચાલો આવો બધા – મારો જૂનો કાર્યકર્તા ડો.ચંદ્રકાન્ત પંડ્યા જોડે ફોટો પડાવો

gujaratjanekta

કરછના માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું

gujaratjanekta

આ તારીખોમાં જન્મેલા લોકોને ઓગસ્ટ મહિનામાં સારા સમાચાર મળશે, નોકરી-વ્યવસાયમાં પ્રગતિની તકો-જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial