Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા દ્વારા સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ ત ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કરવામાં આવ્યું

પંકજ પંડિત

ડુંગરી,પીપળીયા,થાળા ,સીમળયા ,સારમારિયા, પાણીવેડ, અને કદવાળ પ્રાથમિક શાળાઓનું ખાતમુર્હુત અને લોકાર્પણ મહેશભાઈ ભુરીયા દ્રારા કરવામાં આવ્યુંઝાલોદ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ. ૫૧૭ લાખના માતબર ખર્ચે ૪૭ ઓરડાઓ તથા ૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ, ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યું.આ નવીન ઓરડાઓનું સકારાત્મક અને ઉર્જાસભર વાતાવરણ વિદ્યાર્થીઓના ભણતરને વધું સુદ્રઢ બનાવશે.ડુંગરી ગામે ડુંગરી પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું , પીપળીયા ગામે પીપળીયા પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું , થાળા(લીમડી) ગામે થાળા(લીમડી) પ્રાથમિક શાળામાં ૯૯ લાખના ખર્ચે નવીન ૯ ઓરડાઓનું ખાતમૂહુર્ત + ૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ,ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડ ખાતમુર્હુત કર્યું.,સીમલીયા ગામે સીમલીયા પ્રાથમિક શાળામાં ૮૮ લાખના ખર્ચે નવીન ૮ ઓરડાઓનું ખાતમૂહુર્ત કર્યું ,સારમારીયા ગામે સારમારીયા પ્રાથમિક શાળામાં ૪૪ લાખના ખર્ચે નવીન ૪ ઓરડાઓનું લોકાપર્ણ , પાણીવેડ ગામે પાણીવેડ પ્રાથમિક શાળામાં ૮૮ લાખના ખર્ચે નવીન ૮ ઓરડાઓનું ખાતમૂહુર્ત, કદવાળ ગામે કદવાળ પ્રાથમિક શાળામાં ૬૬ લાખના ખર્ચે નવીન ૬ ઓરડાઓનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. ઓરડાઓની કુલ રકમ : ૫૧૭ લાખ (૪૭ ઓરડા,૩૬ લાખના ખર્ચે કમ્પાઉન્ડ વોલ,ટોઇલેટ,પેવર બ્લોક અને સી.સી.રોડ ખાતમૂહુર્ત ,આ પ્રસંગે જિલ્લા સદસ્ય સુનિલ હઠીલા, કૃષ્ણરાજ ભુરીયા, ઉષાબેન વહોનીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા સદસ્ય,સરપંચ ,શાળાના આચાર્ય અને સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા.

Share

Related posts

વન વિભાગ દ્વારા 74 માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણીનો કાર્યક્રમ દેવગઢ બારીયા ખાતે ઉજવાયો

gujaratjanekta

સામાજીક વનીકરણ વિભાગ, દાહોદ ઘ્વારા કિસાન શિબિર અને એફ.પી.ઓ. માર્ગદર્શન કાર્યશાળા યોજાઇ

gujaratjanekta

ઝાલોદ નગરપાલિકા દ્વારા સરકાર માન્ય પ્રતિબંધિત થેલી વાપરતા વેપારીઓ પર દંડાત્મક કામગીરી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial