Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુરુ ગોવિંદ મહારાજ સમાધી ધામ પર અખાત્રીજનો વાર્ષિક ભગતો સંતોનો મેળો ભરાયો હતો

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના ગુરુ ગોવિંદ કંબોઈ ધામ ખાતે તારીખ ૨૭-૪-૨૦૨૫ ના રોજ દર વષૅની જેમ આ વર્ષે ત્રણે રાજ્યોના ગુરુ ગોવિંદ મહારાજના સંતો ભગતોનો મેળો ભરાયો હતો જેમ સ્થાનિક ટ્રસ્ટ ના પ્રમુખ/મંત્રી અને ઉપપ્રમુખ પ્રવીણભાઈ રતિલાલભાઈ ,વિનુભાઈ વિમલભાઈ ,શૈલેશભાઈ અને સ્થાનિક સરપંચની ટીમ દ્વારા આવનાર સંતો ભગતોને જમણવાર ચા ની વ્યવસ્થા કરવામા આવી હતી અને મેળાનુ સારું સંચાલન કરતા જોવા મળ્યા હતા.ગુરુ ગોવિંદ મહારાજના પાટવી સેવક કચરુભગત અને ગુરુસમાધીની બાજુમા ગુરુ ગોવિંદ મહારાજની દિકરીની ખુણાપર સમાધી જોવા મળી હતી અને મંદિર ઉપર સાત જેટલા અલગ અલગ કલરની ધજાઓ ચડાવવામા આવી હતી જેનાથી આવનાર વષૅ સારુ નિવડે વરસાદ ખેતી લાયક ઉતરે સોમાચાનુ ઉગાડેલ અનાજ કઠોળ પાકો સારા અને ભરપુર માત્રામાં પાકે તે માટે ગુરુ ગોવિંદ મહારાજના અનુઆયો દ્વારા ચડાવવામા આવ્યું હતું મળેલ ભગતો સંતો એ અલગ અલગ જગ્યાએ પોત પોતાની મંડળો એકઠા થઇ ને ભજન કીર્તન કરવામા મોજ માણી હતી જેની જાણકારી સ્થાનિક ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ નરસિગભાઈ નિનામા એ આપી હતી આખી રાત ભગતોએ પાટ પુરીને દરશૅન કરીને આવનાર વષૅ સારુનિવડે તે માટે સૌએ ગુરુ ગોવિંદ મહારાજની સમાધી ઉપર માગણી કરી સૌ સવારમા વિખેરાઈ પોત પોતાના ઘરે ગયા હતા અને ગુરુ ગોવિંદ મહારાજ દ્વારા આપેલા વચનોનુ પાલન કરી અગમ ભવિષ્ય વાણી સાથે કામગીરી કરતા ભગતો જોવા મળ્યા હતા.

Share

Related posts

૩૬ કલાક માં ચાલીસ વર્ષીય મહિલા ના હત્યાનો ગુનો શોધી કાઢતી દાહોદ જિલ્લા પોલીસ

gujaratjanekta

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Admin

ઝાલોદ નગરની રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા નગરના પ્રસૂતિ ગૃહની મુલાકાત કરી જીજાબાઇના જીવન વિશે માહિતી આપવામા આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial