Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

પંકજ પંડિત

ઝાલોદ નગરના પરશુરામ ભગવાનનું મંદિર બનાવવાની ઘોષણા જ્યોતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી અને અમર એટલે પરશુરામ. બ્રહ્માના દસ માનસ પુત્રોમા એક એવા ભગવાન પરશુરામનો જન્મ બ્રાહ્મણ કુળના ભ્રૃગુઋષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર છે. ભગવાન પરશુરામ શાસ્ત્ર અને તપશ્ચર્યાની સિદ્ધિઓના પ્રભાવ થકી હિન્દુ ધર્મ અને પૌરાણિક પરંપરાનુ શાસન પૃથ્વી પર સ્થાપન કરેલ હતું. ભગવાન પરશુરામે શસ્ત્રની શિક્ષા મહાદેવ પાસે લીધી હતી.ભગવાન પરશુરામ શસ્ત્ર તેમજ શાસ્ત્રોમાં પારંગત બનેલ હતા. તેઓ પિતાની દરેક આજ્ઞાઓનુ પાલન કરતા હતા પિતાના કહેવાથી તેઓએ તેમની માતાને મારી નાખી હતી તેનાથી ખુશ થઈ તેમના પિતાએ તેમને ત્રણ વચન માંગવાનુ કહ્યુ હતું. જેમાં પ્રથમ તેમની માતાને જીવિત કરવી, બીજું તેમના ભાઈઓ પહેલા હતા તેવા થઈ જાય અને ત્રીજું તેઓને યુદ્ધમા કોઈ હરાવી ન શકે અને તેઓ સદાય જીવિત રહે. ત્યારથી આજ સુધી પરશુરામ ભગવાની ગણના ચિરંજીવીઓમા થાય છે.
આજે 29-04-2025 સાંજે 5:30 વાગે સીમાવર્તી બ્રહ્મ સમાજના લોકો મોટા પ્રમાણમાં લુહારવાડામા આવેલ મહાદેવ મંદિરે પરિવાર સાથે મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહેલ હતા. સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દિપ પ્રાગટય, ભગવાન પરશુરામની પૂજા અર્ચના તેમજ હનુમાન ચાલીસા કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ દરમિયાન બ્રહ્મ સમાજમાં જેઓએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ સમાજના વિવિધ આગેવાનો દ્વારા સમાજની પ્રગતિ તેમજ યસગાથા માટેનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું હતું.બ્રહ્મ સમાજમા નોકરી કરી વય નિવૃત્ત થતાં સમાજના લોકોનું સન્માન તેમજ સમાજમા વિવિધ ક્ષેત્રે સુંદર પોતાની પ્રતિભા થી આગળ આવી જે બાળકો આગળ વધેલ છે તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્ત્રી અને પુરુષ એક સમાન માનતા સમાજ દ્વારા સ્ત્રી અને પુરુષ સહુ લોકોએ હળીમળીને આરતી કરવામાં આવી હતી. ઝાલોદ નગરમાં રામદ્વારા મંદિરના નવીનીકરણ નિમિતે ભગવાન પરશુરામનુ મંદિર બનાવવા જ્યોતિ શાસ્ત્રી દ્વારા કરવામાં આવી હતી.છેલ્લે ઉપસ્થિત સહુ સીમાવર્તી બ્રહ્મ સમાજના એક આહ્વાન કરતા પરશુરામ જન્મોત્સવ પ્રસંગે ઉપસ્થિત સહુ લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર અને બલૈયા ક્રોસિંગ ગામે ફ્રૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી દ્વારા જ્યુસ સેન્ટરો પાણી પુરી સેન્ટર ઉપર તપાસ હાથ ધરવામાં આવી

gujaratjanekta

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

ઝાલોદ લાયન્સ ક્લબ સંચાલિત બ્રાઇટ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial