Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે પહેલગાંવ ખાતે આતંકવાદના કૃત્યને વખોડી સજ્જડ બંધ પળાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

જમ્મુ કાશ્મીરના પહેલગાવ ખાતે 22 મી એપ્રિલના રોજ આતંકવાદીઓ એ  26 જેટલા નિર્દોષ હિન્દુઓને ગોળીએ દઈ મોતને ઘાટ ઉતાર્યા હતા.આ ઘટનાના પગલે સમસ્ત દેશવાસીઓ સ્તંબ્ધ બન્યા હતા અને આતંકવાદીઓની આ નાપાક હરકતો વિરુદ્ધ સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.અને આ જધન્ય કૃત્યને દેશવાસીઓએ સખત શબ્દોમાં વખોડ્યુ છે.તેમજ આતંકવાદ વિરુદ્ધ કાર્યક્રમ તેમજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમો ઠેર ઠેર યોજાઇ રહ્યા છે.તેવી જ રીતે આજરોજ  ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે રામજી મંદિર આગળથી વિશાલ આક્રોશ રેલી કાઢવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજ ના લોકો મોટી સંખ્યામાં અને દાઉદી વ્હોરા સમાજના લોકો પણ જોડાયા હતા ત્યારબાદ હનુમાન ચાલીસા ના અખંડ પાઠ કરવામાં આવ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.  જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ ટુરિસ્ટની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી.જેમાં 26 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.આતંકવાદીઓ સામે આક્રોશ વ્યક્ત કરતા ફતેપુરા પંથક સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ ફતેપુરા નગર માં હાથમાં પ્લે કાર્ડ અને રાષ્ટ્રધ્વજ લઇ પોલીસના કાફલા સાથે મોટી સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી.જ્યારે સાંજના સમયે આતંકવાદીઓના હાથે શિકાર બનેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં હિંદુ, સમાજના સર્વે સભ્યોએ હાજર રહી મૃતકોને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.તેમજ આતંકવાદી કે જેઓ આ જનધ્ય કૃત્ય આચરનાર આતંકવાદીઓને કડકમાં કડક સજા થાય તેના માટે આહવાન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમા બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

પંચમહાલ જીલ્લા ખાતે રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદની તડામાર તૈયારીઓ શરુ – જાણો વધુ

gujaratjanekta

શ્રી ફતેસિંહરાવ આર્ય અનાથ આશ્રમ ખાતે વિજયા દશમી નિમિતે “રાષ્ટ્રીય ચેતના પર્વ ” ની ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial