Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલિસ સ્ટેશન વિસ્તારના પેથાપુરની જોહર ચોકડી પરથી પિસ્ટલ ચોકડી પર થી એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી દાહોદ પોલિસ

પંકજ પંડિત

દાહોદ એસ.ઓ.જી શાખાના પો.ઈ એસ.જે.રાણાના માર્ગદર્શન હેઠળ પો.ઈ એન.એમ.રામી તથા પો.ઈ એમ.એમ.માળી એસ.ઓ.જી શાખાના કર્મચારીઓ સાથે હથિયારના કેસ શોઘી કાઢવા માટે ચાકલીયા પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે એસ.ઓ.જી ના એ.એસ.આઈ જયેશ શાંતિલાલને બાતમી મળેલ હતી કે પેથાપુરા ત્રણ રસ્તા જોહાર ચોક ઉપર વગેલા ગામનો નીતેષ નિલેશ ડામોર પાસે ગેરકાયદેસર હથિયાર છે તે બાતમીના આધારે પોલિસ ત્યાં પહોંચી ત્યારે બાતમી વાળા ઈસમની તલાસી લેતા તેના કમરના ભાગે એક દેશી બનાવટની પિસ્ટલ મળી આવેલ હતી. પકડાયેલ ઈસમ સાથે વધુ પૂછપરછ કરતાં આ પિસ્ટલ કિશોર રામા ડોડીયાર થેરકા પાસે થી લાવેલ હોવાની માહિતી મળેલ હતી. પોલિસ દ્વારા હાલ એક આરોપીને ઝડપી પાડી દેસી બનાવટની પીસ્ટલ જેની અંદાજિત 25000 રૂપિયા કિંમતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Share

Related posts

ઝાલોદ નગરના પોલિસ ASI ની PSI તરીકે બઢતી થતાં ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતા હેઠળ વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના માંડલેંશ્ર્વર મંદિરે શિવરાત્રી નિમિતે મેળો યોજાયો : ભક્તોનું ઘોડાપુર ઉમટયુ

gujaratjanekta

દાહોદના ધારાસભ્ય પદના શપથ કનૈયાલાલ કિશોરીએ સંસ્કૃત ભાષામાં લીધા.પ્રથમ સંકલનની બેઠકમાં જ 15 પ્રશ્નોનો મારો ચલાવ્યો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial