Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ભાજપ સ્થાપના દિવસ નિમિતે હવન કુંડ પર ભાજપનનુ ધ્વજ લઈ વિશેષ રીતે સ્થાપના દિનની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

જય દશામા વિદ્યા મંદિર ખાતે રામનવમી નિમિતે વિશેષ હવન પૂજા કરવામાં આવી રામનવમીના પાવનપર્વના અવસરે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય દિન નિમિત્તે જય દશામાં વિદ્યા મંદિરના પ્રમુખ મુકેશ ડામોર અને જિલ્લા સભ્ય સુમન ડામોર દ્વારા શાળા પ્રાંગણમા હવન-પૂજા વિધી કરવામાં આવી..તૅમજ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં 45મા સ્થાપના દિવસે હવન કુંડ પાસે ભાજપનો ધ્વજ સાથે રાખી વિશેષ રીતે ઉજવણી કરાઈ હતી.ભાજપના કાર્યકર્તાઓના માનવા મુજબ જનસેવા થકી રાષ્ટ્રસેવાનાં ભારતીય જનતા પાર્ટીનાં સંસ્કારને વધુને વધુ સાકાર કરવાનો સંકલ્પ પ્રમુખ મૂકેશ ડામોર તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ લીધો હતો.ભારતભૂમિના પ્રાણપુરુષ, અનંત ગુણવૈભવના સ્વામી એવા ભગવાન શ્રી રામની કૃપા સૌ ઉપર સદૈવ બની રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ સંયમ અને વિવેક લાવે તેવી કામના હવન કુંડ પર બેસી કરવામાં આવી હતી. આ વર્ષે રામલલ્લા પાવન ભૂમિ અયોધ્યામાં બિરાજમાન થયા છે. સૌ ભારતવાસીઓના હૃદયમાં અત્યંત હરખ વ્યાપ્યો જોવાઈ રહેલ છે. રામજીના આશિષથી ભારત દેશ દેશ પુન: વૈભવના પરમ શિખરે પહોંચે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Share

Related posts

ભારતના ટી-20 વર્લ્ડકપ વિજયને ઝાલોદ નગરના લોકોએ વિજય સરઘસ કાઢી વધાવી લીધો

gujaratjanekta

આજરોજ વડોદરા ખાતે શ્રી નીલકંઠ આઈસ્ક્રીમ & પાઉંભાજી સેન્ટરનો ડભોઇ ધારાસભ્યશ્રી શૈલેષભાઇ સોટ્ટા, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપાધ્યક્ષશ્રી શૈલેશભાઈ ઠાકર અને વડોદરાના પૂર્વ મેયરશ્રી ડૉ. ભરતભાઈ ડાંગરના હસ્તે ભવ્યાતી ભવ્ય શુભારંભ – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા મુકામે કાનૂની જાગૃતિ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial