Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ રામનવમીના આયોજકો સાથે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરી ખાતે મીટીંગ યોજાઈ.

સોલંકી કિશોરસિંહ,

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલા ની અધ્યક્ષ સ્થાને અને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે દાહોદના રામનવમીના આયોજકો સાથે એક મીટિંગ યોજવામાં આવી હતી.
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક એ આયોજકો સાથે આયોજનમાં કોઈ ખામી અને સ્થાનિક વિસ્તારમા કોઈ સંવેદનશીલ સમસ્યા છે કે નહીં અને જો હોય તો તેના નિવારણ માટે સૂચન પણ આપવામાં આવ્યા હતા.પોલીસ અધિક્ષક દ્વારા ભગવાન રામની રામયાત્રા શાંતિમય રીતે યોજવા માટે સૂચન આપ્યા હતા. જેમકે કોઈ અશ્લીલ ગીતો ન વગાડવા ફક્ત યાત્રા ને અનુરૂપ ગીતો વગાડવા, કોઈ પણ જાતની અફવામા ન જોડાવું, સોશિયલ મીડિયા અથવા જાહેરમાં કોઈના સ્વાભિમાનને હાનિ પહોંચે તેવા નિવેદનો ન કરવા, કોઈ પણ ધર્મ વિશે ખોટી વાતો ન કરવી, કોમી એકતા જાળવવી,કોઈ પણ જાતનું નશીલી વસ્તુનું સેવન ન કરવું જેવા સૂચનો આપ્યા હતા.
ઉપસ્થિત સહુ આયોજકો એ પોલિસ તંત્રને પૂરો સહકાર આપી યાત્રા યોજીસુ તેમજ કોઈપણ વ્યક્તિ યાત્રાને અવરોધ રૂપ કાર્યો કરશે તો પોલિસ તંત્રને જાણ કરીશું તેવું કહ્યું હતું. છેલ્લે દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા આવનાર રામનવમીના ઉત્સવની શુભકામનાઓ પણ આપી હતી.

Share

Related posts

ફતેપુરા વિધાનસભા ના સુખસર માં કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

દેસાઈવાડા તળાવ ખાતે પીપળાના વૃક્ષની હિન્દુ મહિલાઓ દ્વારા વિક્રમ સંવત ૨૦૮૧ ફાગણ વધ દશમ ઉજવવામાં આવી હતી.

gujaratjanekta

ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલની તકલાદી કામગીરી: અકસ્માતમાં મોટી જાનહાની થવાનો ભય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial