પંકજ પંડિત
સિંધી સમાજ દ્વારા વ્યાપાર રોજગાર બંધ રાખવામાં આવ્યા્્આજરોજ 30-03-2025 રવિવારના રોજ ઝૂલેલાલ મંદિર પર સિંધી સમાજના સહુ લોકો ચેંટીચંદ પર્વ નિમિતે ઉપસ્થિત રહેલ હતા. ચેંટીચંદ સિંધી સમાજ દ્વારા ઉજવાતો લોકપ્રિય ઉત્સવ છે તેઓના ઈષ્ટ દેવતા ભગવાન ઝુલેલાલનો આજે જન્મોત્સવનો દિવસ છે. ભગવાન ઝુલેલાલને જળ અને જ્યોતિના અવતારના રૂપે માનવામાં આવે છે. ભગવાન ઝુલેલાલે સદભાવના, ભાઈચારો અને ધર્મની રક્ષા માટે જન્મ લીધો હતો. ચેંટીચંદના દિવસે ભક્તો લાકડાનું મંદિર બનાવી તેમાં એક જળ પાત્ર સ્થાપિત કરી જ્યોતિ પ્રગટાવી આ મંદિરને મસ્તક પર ધારણ કરે છે જેને બહિરાણા સાહેબ પણ કહેવામાં આવે છે.
આજે ચૈત્ર સુદ એકમ ચેંટીચંદના પવિત્ર દિવસ નિમિતે ઝાલોદ સિંધી સમાજના ઝુલેલાલ મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવા આવેલ હતું. મંદિરનો શણગાર તેમજ ઝુલેલાલ ભગવાનનો શણગાર આંખોને વળગે એવો લાગતો હતો. સિંધી સમાજ દ્વારા આજના પવિત્ર દિવસે વિવિધ ધાર્મિક તેમજ મનોરંજન પ્રોગ્રામોનુ આયોજન કરવામાંઆવ્યુ હતું. 29-03-2025 ના દિવસે બાળકો માટેની ઇવેન્ટ તેમજ ભજન સત્સંગ રાખવામાં આવેલ હતા. ત્યારબાદ 30-03-2025 રવિવારના રોજ સવારના પૂજા અર્ચના, મહાઆરતી , ધૂન, ભજન સત્સંગ રાખવામાં આવેલ હતા ત્યારબાદ સવારે 11 વાગે ઝુલેલાલ મંદિરે ધ્વજાની પૂજા અર્ચના કરી ધ્વજા આરોહણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના વિવિધ મનોરંજન કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. સાંજના સમયે ઝુલેલાલ ભાગવાની શોભાયાત્રા નગરના માર્ગો પર વાજતે ગાજતે કાઢવામાં આવી હતી. સિંધી સમાજના સહુ લોકો સિંધી ભજન પર નાચતા ઝૂમતા જોવા મળતા હતા. શોભાયાત્રા દરમિયાન નગરના રાજમાર્ગો આયોલાલ ઝુલેલાલના નાદ થી ગુંજી ઉઠયું હતું. નગરના સિંધી સમાજના સહુ લોકો પોતાના વ્યાપાર રોજગાર બંધ રાખી સમાજના ઉત્સવમાં જોડાયા હતા. નગરમાં સિંધી સમાજ દ્વારા યોજવામાં આવેલ શોભાયાત્રામાં સમાજના મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેતા સામાજિક એકતા જોવા મળી હતી. છેલ્લે સમાજના સહુ લોકો મંદિરે મહાઆરતી કરી મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. સિંધી સમાજના નવા પ્રમુખ પ્રેમ મેરવાનીએ ઉત્સવને સફળ બનાવવા માટે તેમજ સમાજના સહુ લોકોનો આભાર માન્યો હતો.

