Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદના શિક્ષકે પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી

ઝાલોદ તાલુકાના રુંડી વર્ગ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ ચંપાભાઈ ડામોરે ડૉ. દિલીપ ચૌહાણના માર્ગદર્શન હેઠળ “આદિશંકરાચાર્યનો કેવલાદ્વૈત સિદ્ધાંત અને વેદાંતના અન્ય પ્રમુખ આચાર્યોના સિદ્ધાંતોનો તુલનાત્મક અભ્યાસ” વિષય ઉપર મહાશોધ નિબંધ તૈયાર કરીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ, ગોધરાના અનુસ્નાતક સંસ્કૃત વિભાગમાં જમા કરાવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધનને ગ્રાહ્ય રાખીને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી. ડૉ. જયપ્રકાશ ડામોરે સખત અને સતત સંઘર્ષ કરીને ઉચ્ચ અભ્યાસ કરીને પીએચડીની પદવી પ્રાપ્ત કરી આદિવાસી સમાજનું ગૌરવ વધારેલ છે.

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

gujaratjanekta

આજથી અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એએમટીએસનો પ્રારંભ, શહેરમાં મેટ્રો આવતા એમટીએસનો રુટ વધારાયો

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial