Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના મહાદેવ મંદિરે ભક્તો શિવમય બન્યાં : બોલ બમના નાદથી મંદિર પ્રાંગણ ગુંજી ઉઠયું

પંકજ પંડિત

નગરમાં ભવ્યાતિભવ્ય રીતે શિવજીની સવારી કાઢવામાં આવી ઝાલોદ નગરમાં શિવરાત્રી નિમિતે દરેક મંદિરોમાં શિવજીની પૂજા અર્ચના કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટેલ હતું. નગરના દરેક શિવાલયો બોલ બમના નારા સાથે ગુંજી ઉઠેલ હતા.નગરના લુહારવાડા વિસ્તારમાં આવેલ મહાદેવ મંદિર પ્રત્યે ભાવિક ભક્તોને અનેરી શ્રદ્ધા છે. શિવરાત્રી નિમિતે મોટા પ્રમાણમાં ભક્તો મહાદેવ મંદિરે દર્શનાર્થે આવતા હોય છે અને મહાદેવ મંદિરે દૂધ, જળ નો અભિષેક પૂજા કરી ધન્ય અનુભવે છે.
આજ રોજ શિવરાત્રી નિમિતે મહાદેવ મંદિરે સવારમાં 6:30 કલાકે આરતી, ભાંગ પ્રસાદી 10 વાગે લઘુરુદ્ર પૂજા પાઠ સવારે 10 કલાકે, શોભાયાત્રા સાંજે 5 કલાકે, રાત્રે 7 વાગે મહાઆરતી -પ્રસાદ , રાત્રીના 8 કલાકે ભજન અને રાત્રે 12 વાગે ધ્વજા આરોહણના ભક્તિભાવ સાથેના પ્રોગ્રામ યોજાવામા આવેલ હતા.
મહાદેવ મંદિરને આજના દિવસે સુંદર રીતે સજાવવામાં આવેલ હતું તેમજ મહાદેવજીનો શણગાર પણ આંખોને મોહી લે તેવો નયનરમ્ય લાગતો હતો. નગરમાં શિવજીની સવારી એ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કર્યું હતું તેમજ શિવજીની સવારી નિમિતે મોટા પ્રમાણમાં ભાવિક ભક્તો પણ શોભાયાત્રામા જોડાયેલ હતા. આખું નગર શિવમય બની ગયેલ હતું. નગર આખું બોલ બમનાં જય જયકાર સાથે ગુંજી ઉઠયું હતું તેમજ ભાવિક ભક્તો શિવમય થઈ ભક્તિના રંગે રંગાઈ શોભાયાત્રા દરમ્યાન નાચતા ઝૂમતા જોવા મળતા હતા. આમ નગરમાં શિવરાત્રીની ઉજવણી પૂરા ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી.

Share

Related posts

ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર :182 PSIની બદલી, જુઓ લિસ્ટ

gujaratjanekta

ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું, ધો. 6 થી 12 ના 225 વિદ્યાર્થીઓએ લીધો ભાગ

gujaratjanekta

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનને ધોળા જં. સ્ટોપેજ નહીં અપાતા અન્યાય .

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial