Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આપ નેતાઓની હાજરીમા ઝાલોદ પાલિકા ચુંટણી ઉમેદવારોની સેન્સ કામગીરી હાથ ધરાઈ

પંકજ પંડિત

ઝાલોદ પાલિકાની ચુંટણી ફોર્મ અરજી ભરવાની તારીખ નજીકમા છે તેવામા હાલ નગરમા ચુંટણીને લઈ માહોલમા ગરમાવો જણાય આવે છે….ત્યારે વિવિધ વોર્ડમાથી મેન્ડેટમાથી ઉભા રેહવા ભાજપના ઉમેદવારોની લાબી કતારો જણાય આવે છે.તો બીજી તરફ વોર્ડ નં બે માથી ભાજપના મેન્ડેટમાથી કોણ કોણ લડશે ..ઉમેદવારી કરવા કોણ કરશે તે હજી સુધી અકબંધ સ્થિતીમા રેહતા ચર્ચાનો વિષય બન્યો છે…હાલ નગરમા ચૂંટણીને લઈને માહોલમા ગરમજોશી જણાય આવે છે….
તે અનુસંધાને આપ પાર્ટી પણ પાલિકા ચુંટણીમા એક્ટિવ મુડમા લડીને જીતવાના સંકલ્પ સાથે મેદાને ઉતરવા સંપુર્ણપણે કામે લાગતી જણાય આવે છે..
આજ તારીખ ૨૯/૦૧/૨૫ બુધવારના રોજ આમ આદમી પાર્ટીની મિટિંગ ઝાલોદ વિધાનસભા પ્રમુખશ્રી અનિલભાઈ ગરાસિયાના કાર્યાલય ખાતે યોજાઈ હતી જેમા આપ પ્રમુખે જણાવ્યુ હતુ કે,આવનાર નગરપાલિકા અને પેટા ચૂંટણીના ઉમેદવારોની પસંદગીને લઈ ચર્ચા કરવામાં આવી.હાલ લગભગ દરેક વોર્ડ માંથી ઉમેદવારી માટેના અરજી ફોર્મ પાર્ટીના જવાબદાર લોકો પાસે આવી ચુક્યા છે અને ટૂંક જ સમયમાં તમામ વોર્ડના ઉમેદવારના નામ ડીક્લરેશન કરવા જઈ રહીયા છે ત્યારે હજી પણ ઉમેદવારી કરવા ઉત્સુક ઉમેદવાર ના અરજી ફોર્મ સ્વીકારવા અને જનસંપર્ક કરવા જણાવવામાં આવ્યું.આ મિટિંગમાં દાહોદ જીલ્લા પ્રમુખ રાકેશભાઈ બારીયા ,પ્રભારી અલકેશભાઈ ચારેલ અને સહ પ્રભારી ઈકબાલભાઈ સાથે મહિલા જિલ્લા પ્રમુખ શૃતિબેન, શહેર પ્રમુખ કનુભાઈ બારીયા સહિત કાર્યકર્તાઓએ સહિત ઉમેદવારી માટે લોકોએ મોટી સંખ્યામા ઉપસ્થિત રહી હાજરી આપી.

Share

Related posts

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડી ગામેથી એક જીવીત હાલતમાં નવજાત બાળક મળી આવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી જનેતાની શોધખોળ હાથ ધરી છે.

Admin

ફતેપુરા રોગી કલ્યાણ સમિતિ ને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફતેપુરા માં મળેલ મીટીંગ ઝાલોદ પ્રાંત શ્રી ભાટિયાની અધ્યક્ષતામાં રોગી કલ્યાણ સમિતિ ની મળેલ મીટીંગ ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta

PRESS NOTE : સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર અને એડવોકેટ ઓન રેકોર્ડ ભરત ઠાકોરલાલ મનુબરવાલાએ મનુબરવાલા શાહ મહેતા પાર્ટનર્સ LLP (MSM પાર્ટનર્સ), એડવોકેટ્સ, સોલિસિટર અને એડવોકેટ્સ ઓન રેકોર્ડ લોન્ચ કર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial