Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કતવારા,ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ચોરીનાઆરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

સોલંકી કિશોરસિંહ

કતવારા,ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ચોરીના ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સામાન કિંમત રૂપિયા 9,747 ના મુદ્દા માલ સાથે ચાર આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.

ઉપરોક્ત બનાવવાની ગંભીરતા લઈ મેં. પોલીસ મહા નિરીક્ષક શ્રી આર.વી. અસારી , પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સૂચના હેઠળ મે. પોલીસ અધિક્ષક શ્રી ડૉ. રાજદીપસિંહ ઝાલા નાઓએ જિલ્લામાં લૂંટ, ધાડ, તેમજ ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા તથા આવા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારું દાહોદ જિલ્લા એલસીબી ની ટીમ ને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને એલસીબી સ્ટાફ ની જુદી જુદી ટીમો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા અને મિલકત સંબંધની ગુનાઓમાં અગાઉ સંડોવાયેલા આરોપીઓ તેમજ ઘણા લાંબા સમયથી નાસ્તા ફરતા ઇનામી આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમાં કાર્યરત હતી.

એ દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એમ ગામેતી નાઓની સૂચના મુજબ ગઈકાલ પો.સ.ઈ.શ્રી આર.જે. ગામીત તથા પો.સ.ઈ.શ્રી બારૈયા તથા પો.સ.ઈ.શ્રી એસ.જે. રાઠોડ તથા એલસીબી ની ટીમ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા અને કતવારા બજારમાં હતા તે દરમિયાન અમુને ખાનગી રહે બાદ મેં હકીકત મળેલ કે આજુબાજુ વિસ્તારોમાં દુકાનોની ચોરી કરનાર રોડ નાની ટીટોડી બસ સ્ટેશનમાં બેસેલા છે જે હકીકત આધારે તપાસ કરતા બસ સ્ટેશનમાં બેસેલા છે. જે હકીકત આધારે તપાસ કરતા બસ સ્ટેશનમાં ચાર ઈસમો બેસેલ જણાયેલ જેઓને વ્યૂહાત્મક રીતે આયોજનબધ્ધ ઝડપી પડેલ.
જે પકડાયેલ આરોપીઓને વિશ્વાસમાં લઈ યુક્તિથી ધનેશ પૂછપરછ કરતા ઉછવાણીયા ગામ ભિટોડી તેમજ ગરબાડાના મંડી ફળિયા વિસ્તારમાં રાત્રિના સમયે બંધ દુકાનના તાળા તોડી સરસામાનની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ.

જેઓની કબુલાત આધારે ખાતરી તપાસ કરતા કરાવતા નીચે મુજબના દુકાન ચોરીના અનડિટેડ થતા ફાયદેસરની કાર્યવાહી કરી કતવારા પોલીસ સ્ટેશન સોંપવા તજવીત કરેલ.

પકડાયેલા આરોપીઓના નામ.
૧. કલાભાઈ સન/ઓફ ધીથાભાઈ ઝવેરભાઈ ગુંડિયા ઉવ.૩૦
ધંધો.મજૂરી રહે.આગાવાડા નવાપરા ફળિયું તા.જી દાહોદ.

૨. દિનેશ સન/ઓફ વિજયાભાઈ મંગળભાઈ ગુંડિયા ઉંવ.૩૨
ધંધો.મજૂરી રહે. આગાવાડા નવાપરા ફળિયું તા.જી દાહોદ.

૩. તોફાન ભાઈ ઉર્ફ તોફાન સન ઓફ મગનભાઈ જવરાભાઈ
ગુંડિયા ઉવ.૩૨ ધંધો,મજૂરી રહે આગાવાડા નવાપરા ફળિયું
તા.જી દાહોદ.
૪. પરેશ સન/ઓફ રમુભાઈ મોતીયાભાઈ ઉવ.૨૩ ધંધો.મજૂરી
રહે.આગાવાડા નવાપરા ફળિયું તા.જી દાહોદ.

પકડાયેલ આરોપીઓનું ગુનાહિત ઇતિહાસ:
૧. ગરબાડા પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૦૬૩૨૦૧૫ ઇપીકો કલમ
૩૯૫,૩૬૪, મુજબ.
૨. કતવારા પો.સ્ટે.સે..ગુ.૦૦૫૯૨૦૧૮ ઇપીકો
કલમ ૩૨૩,૫૦૫,૫૦૩,૧૧૪, તથા જીપી એક્ટ ૧૩૫ મુજબ.

આમ કતવારા ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુકાન ચોરીના અનડિટેડ ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સામાન કિંમત રૂપિયા ૯,૭૪૭/- ના મુદ્દા માલ સાથે ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે

Share

Related posts

રાસાયણિક ઝેરી તત્વો વિના શુદ્ધ અને ગુણવતાસભર ઉત્પાદન માટેની સરળ અને ઉત્તમ ખેતપદ્ધતિ એટલે પ્રાકૃતિક કૃષિ

gujaratjanekta

પંચમહાલમાં ચૂંટણી પંચની તડામારા તૈયારીઓ, 377 ઈવીએમ અને 412 વીવીપેટ ફાળવાયા

Admin

ફતેપુરા માં રક્ષાબંધનનો પર્વ ઉત્સાહપૂર્વક મનાવવામાં આવ્યો પ્રજાપિતાબ્રહ્મ કુમારી ઈશ્રરીય વિશ્વવિદ્યાલય ફતેપુરા દીદી દ્વારા રાખી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial