પ્રદીપ ત્રિવેદી – સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ
🎊 જાન્યુઆરી:
નૂતન વર્ષનો પ્રથમ મહિનો ..” વાયબ્રન્ટ ગુજરાત ,ફ્લાવર શો , કાઇટ ફેસ્ટિવલ,ગિફ્ટ સિટીમાં ફિલ્મફેર એવોર્ડ અને બજેટોત્સવ થી ધમ ધમતો જોવા મળ્યો હતો .આ સાથે વડોદરાના હરણી તળાવમાં ખુબજ દુઃખદ ઘટના બની હતી .હરણી તળાવમાં બોટ પલ્ટી ખાતા શાળાના 12 બાળકો અને 2 શિક્ષિકાના મળી કુલ 14 વ્યક્તિના કરુણ મોત થયાં હતાં .
દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ કર્યું,
આ સાથે યુ. એ.ઇ. નાં પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ નાહ્યા સાથે એક રોડ શો પણ કર્યો ,વાઈબ્રન્ટમાં 26.33 લાખ કરોડ ના M O U . થયાં . સરકારે સ્પોર્ટ્સ એન્કલેવ ની ડીઝાઈન જાહેર કરી .
અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા વખતે દ્વારકાના ઇતિહાસમાં પ્રથમ વખત જગત મંદિર શિખરની આરતી કરાઇ ,રાજકોટમાં5,551દીવડાઓ થી શ્રી રામમંદિરની પ્રતિકૃતિ ઉપસવાઇ,ભાવનગરમાં પ્રાથમિક શાળાના 1551 બાળકોએ રામ વેશભૂષાનો વર્લ્ડ રેકોર્ડ કર્યો. દેશમાં સૌ પ્રથમ ગુજરાત સરકારે પ્રથમ 10,000 યાત્રિકોને અયોધ્યા જવા માટે 5000ની સબસિડી આપી .
સ્કૂલ બોર્ડનું 1097 કરોડ નું અને એ. એમ.ટી.એસ. નું 641 કરોડનું બજેટ જાહેર કરાયું .સુરત શહેર દેશનું સૌથી પ્રથમ ક્રમ નું સ્વચ્છ શહેર ઇન્દોર સાથે જાહેર થયું .વડોદરાની સેરેબ્રલપલ્સી થી પિડીત હેત્વિ ખીમસુરિયાને પ્રધાન મંત્રી રાષ્ટ્રિય બાળ પુરસ્કાર મળ્યો .સુપ્રીમ કોર્ટે બિલ્કિસ્બાનો કેસના 11 દોષિતોને માફી આપવાનો ગુજરાત સરકારનો નિર્ણય રદ કર્યો .જૂનાગઢમાં નકલી ટોલ નાકુ પકડાયું .
અમદાવાદના પૂર્વ મેયર ડૉ.મુકુલ શાહ ,ચળવળ અગ્રણી મોહનભાઈ શાહ ,કવિ મોહસીન મિર નું અવસાન થયું .
🎊 ફેબ્રુઆરી:
ફેબ્રુઆરી મહિનો બજેટ ,વડા પ્રધાન મોદીના હસ્તે સુદર્શન સેતુનું લોકાર્પણ, રાજ્યસભામાં ભાજપના ઉમેદવારો નો વિજય ,જામનગરમાં વિશ્વનું સૌથી મોટું ” રિલાયન્સ રેસ્ક્યું સેન્ટર ” અને અંબાણી પરિવારનું “પ્રી – વેડિંગ સેલિબ્રેશન ” થી ધમધમતો રહ્યો હતો .
ગુજરાતનું 2024-25 નું સૌથી મોટું ₹3,32,465 કરોડ નું બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું .નમો લક્ષ્મી યોજનામાં 1250 કરોડ ,નમો સરસ્વતી યોજનામાં 250 કરોડ ,શિક્ષણ માટે 55,114 કરોડ ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 20,100 કરોડ ,ગંગા સ્વરૂપ બહેનો માટે 23630કરોડ ,દીકરીઓ માટે 252 કરોડ ,મહિલા બાળ વિકાસ -6885 કરોડ ફાળવ્યા .કોઈ નવા વેરા નખાયા નહિ .ચાલુ વર્ષે રાજ્ય સરકારનું જાહેર દેવું -3.45 લાખ કરોડ .ઓલિમ્પિક માટે 376 કરોડ ફાળવ્યા . સાત શહેરો ને નગરપાલિકા નો દરજ્જો ,162 નવી સરકારી સ્કૂલો ,બીચ – કોસ્ટલ ટુરિઝમ માટે 2440 કરોડ ફાળવ્યા .
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 12,263 કરોડનું બજેટ ,વિકાસ કાર્યો માટે 6384 કરોડ ,પ્રોપર્ટી ટેકસમાં 2% નો વધારો ,એમ.જે
.લાઇબ્રેરી નું 17.39 કરોડ નું બજેટ ,ગાંધીનગર ખાતે ,ગુજરાત સાહિત્ય અકાદમી નાં નવ નિર્મિત “ઝવેરચંદ મેઘાણી ભવન ” નું મુખ્ય મંત્રીએ ઉદઘાટન કર્યું .
વડા પ્રધાન મોદીએ દ્વારકા ખાતે બેટ દ્વારકાને જોડતા “સુદર્શન સેતુ “નું લોકાર્પણ કર્યું .વડાપ્રધાને સમુદ્રમાં ડૂબકી મારી ,સ્કુબા ડાઇવિંગ કરી ને સમુદ્રના તળિયે દ્વરકાજીનાં દર્શન કર્યા .કચ્છમાં 16,500કરોડના ખર્ચે નિર્મિત પાવર પ્રોજેક્ટ નું, નવસારી માં કાકરાપાર પરમાણુ મથકના 2 રિએક્ટર એક્સપ્રેસ વે નું ,રાજકોટ માં એઇમ્સ નુંલોકાર્પણ કર્યું .
રાજ્ય સભામાં ભાજપના ચારેય સભ્યો ,જે .પી .નડ્ડા ,ગોવિંદ ધોળકિયા ,જસવંતસિંહ પરમાર અને મયંક નાયક બિન હરીફ ચુંટાયા .ગ્રીન બોન્ડ બહાર પાડનાર અમદાવાદ બીજા નંબર નું શહેર બન્યું .ગુજરાત વિદ્યાપીઠ ના 17માં કુલપતિ પદે ડૉ.હર્ષદ પટેલની નિમણુક થઈ .ગગનયાન ની ક્રુ કેનીન ની આંતરિક ડિઝાઇન અમદાવાદ ઇસરોમાં બની .અરબી સમુદ્રમાં ઈરાની બોટમાં થી 1000 કરોડ નું 300 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું .
સ્વતંત્રતા સેનાની શાંતાબેન પટેલ ,દિગંબર જૈન સંત આચાર્ય વિદ્યાસાગરજી નું અવસાન થયું .
🎊માર્ચ :
માર્ચ મહિનામાં વડા પ્રધાન મોદીએ ‘ આશ્રમ ભુમી વંદના ‘ પ્રોજેક્ટ ,નવી ‘ વંદે ભારત ‘ ટ્રેનને લીલી ઝંડી આપી .રાહુલ ગાંધીની ‘ ભારત જોડો ન્યાય યાત્રા ‘ ગુજરાતમાં ઝાલોદથી પ્રવેશી , ભાજપ દ્વારા મોદી @ 3.0 માટે નામોની યાદી ,કોંગ્રેસના અગ્રણીઓ ભાજપ માં જોડાયા ,ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે વિરોધનો વંટોળ,વડોદરાના રંજનબેન ભટ્ટ વિરૂદ્ધ વિરોધ થતાં તેમણે ઉમેદવારી પાછી ખેંચી ,સોનું 70,000 ક્રોસ થયું .અંબાણી પરિવારના લગ્ન પ્રસંગે માર્ક ઝકરબર્ગ અને વિશ્વના મહાનુભાવો જામનગર પધાર્યા .
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી કૂચના દિવસે ‘ આશ્રમ ભુમી વંદના ‘ પ્રોજેક્ટ ,પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદઘાટન કર્યું ,ગાંધી આશ્રમની જૂની ઇમારતો ને નુકશાન કર્યા વગર નાવીની કારણ કરાશે,85000 કરોડના રેલ પ્રોજેક્ટ નું લોકાર્પણ કર્યું ,અમદાવાદ – મુંબઈ વચ્ચે ‘ વંદે ભારત ‘ ટ્રેન નું ઉદઘાટન ,મોદી એ ગાંધીનગર ખાતેનો પોતાનો પ્લોટ ” શાસ્ત્રીય સંગીત કલા સંસ્થા ” સ્થાપવા ભેટમાં આપી દીધો.મોદી એ હરિયાણાથી વિડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્ય માટે 1575 કરોડના 3 મોટા રોડ પ્રોજેક્ટ નું ખાતમુહર્ત કર્યું .ગૃહ મંત્રી અમિત શહે 3000 કરોડ ના વિકાસ કાર્યો લોકાર્પણ કર્યા .
ગુજરાતની તમામ 26 બેઠકો સાથે વિધાનસભાની 5 બેઠકો પર 7 મી મે ના રોજ મતદાન થશે .ભાજપે ગાંધી નગર માં અમિત શાહ ,રાજકોટ માં પરષોત્તમ રૂપાલા,પોરબંદરમાં મનસુખ માંડવીયા ,વિગેરે નામો જાહેર કર્યા .કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયા સાથે અગ્રણી કોંગ્રેસીઓ ભાજપ માં જોડાયા .કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ભરત સોલંકી ,હિંમતસિંહ પટેલ ,જગદીશ ઠાકોર ,શૈલેષ પરમાર ,વિગેરે એ ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો .રાજકોટ ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો અને દલિતો પ્રત્યે કરેલા ઉચ્ચારણોથી તેમની સામે સખત આક્રોશ ઊભો થયો .એસ .ટી. ની નવી 301 બસનું લોકાપર્ણ,દસ્તાવેજ તૈયાર કરનાર હવે સજા ને પાત્ર નહિ બને ,સગર્ભાને પ્રસુતિદીઠ ₹12000 ની સહાય ,કો ઓપરેટિં
વ સોસાયટી ની ટ્રાન્સફર ફી ના નિયમો ઘડવાની સરકાર ને સત્તા આપતું બીલ પસાર કર્યું
વોઇસ ઓફ મુકેશની વિખ્યાત કમલેશ અવત્સ્થી નું અવસાન .
🎊એપ્રિલ :
એપ્રિલ મહિનામાં ગરમી અને પરષોત્તમ રૂપાલા સામેનો વિરોધ ધગધગતો જોવા મળ્યો, રાજકોટમાં 4 લાખથી વધુ ક્ષત્રિયો એકઠા થયા .ટુરિઝમ ગુજરાત પ્રથમ ક્રમે અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં સુરત બેઠક પર ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા .જૂનાગઢના મહિન્દ્રા નંદગિરિ દેશના સૌથી યુવા જગદગુરુ બન્યા .
રાજકોટ બેઠક પર થી ઉમેદવારી કરનાર પુરુષોત્તમ રૂપાલા સામે રાજપૂતોનો આક્રોશ ચરમસીમાએ ,રાજકોટમાં પદ્મિની બા ના આમરાંણત ઉપવાસ .રૂપાલા એ માફી માંગી પણ માફી સાથે ઉમેદવારી પણ પાછી ખેંચવાનો આગ્રહ રાખ્યો ,અમદાવાદમાં રાજપૂત સમાજ નું પ્રદર્શન ,ધંધુકા માં ક્ષત્રિય સમાજના 15000 થી વધુ લોકો હાજર રહ્યા .આ બધા વિરોધ વચ્ચે પરશોતમ રૂપાલા એ રાજકોટ અને અમિત શાહે ગાંધી નગરના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા .
રાજ્યમાં દિવ્યાંગો ને સહાય રૂપે હવે માસિક ₹1000/- મળશે ,અમદાવાદ -, સુરત વચ્ચે ટ્રેનનાં ટ્રેક પર અકસ્માત રોકવા 165 કરોડ નું કવચ ,5000 વર્ષ જૂની કચ્છ ની “અજરખ “કલાને અને ભરૂચ ની “સુજની ” ને G I ટેગ મળ્યો .અમદાવાદ ના ઇતિહાસમાં પ્રથમવાર 35 મૂમુક્ષુનો દીક્ષા સમારોહ યોજાયો .પોરબંદર ના મધ દરિયે પાકિસ્તાની બોટમાં થી 600કરોડ નું ડ્રગ્સ ઝડપાયું .સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મધર્સ મિલ્ક બેંક નો પ્રારંભ ભાવનગરમાં થયો .
કલ્પસર પ્રોજેકટ ના પ્રણેતા અનિલ કાણે નું અવસાન થયું .
🎊 મે :
મે મહિનો રાત – દિવસ 46 ડિગ્રીની આસ પાસ ધગ ધગતો રહ્યો .લોકસભા ની 26 બેઠકમાં થી 25 બેઠક માટે મતદાન યોજાયું .59.51% મતદાન થયું . વડાપ્રધાને મોદીએ રાણીપ આવીને મતદાન કર્યું . સૌથી વધુ મતદાન વલસાડ માં 72.24% અને ઓછું અમરેલી માં 49.44% મતદાન થયું .
રાજકોટ ના ટી.આર. પી . ગેઇમ ઝોન માં ભીષણ આગ ભભુકી ઉઠતા માસૂમ બાળકો અને વાલીઓ સહિત 30 જણા
બળીને ભડથું થયાં.
રાજકોટમાં ” નિહિત બેબિકેર હોસ્પિટલ ” નાં ડૉ.હિરેન મશરૂ એ નવજાત શિશુ સાથે દયાહીન કૃત્યથી કરોડો ની કમાણી કરી .દેશ ની પ્રથમ મોબાઈલ બાલવાટિકાનું હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તથા સિનિયર જજે ગરીબ બાળકો ના શિક્ષણના અધિકાર માટે ઉદઘાટન કર્યું . રાજકોટમાં ‘ અટલ સરોવર ‘ નું ગુજરાત રાજ્યના સ્થાપના દિને લોકાર્પણ , વિશ્વનો પ્રથમ સેમી કન્ડક્ટર ફોરેન્સિક કોર્સ શરૂ .
અમદાવાદ એરપોર્ટ પર થી ATS એ ચાર આતંકી પકડ્યા. માધવપુરા બેંકના ડિપોઝિટરોના 1000 કરોડ ડુબાડનાર કેતન પારેખ સહિત 3 સામે 20વર્ષે ચાર્જશીટ થઈ .અમિત જેઠવા હત્યા કેસ માં C B I કોર્ટ નો ચુકાદો રદ કરી ને હાઈ કોર્ટે દીનું સોલંકીને નિર્દોષ જાહેર કર્યા .વાવાઝોડું અને કમોસમી વરસાદ વરસ્યો .
પૂર્વ રાજ્યપાલ કમલાજી બેનીવાલ ,ઇસ્કોન નાં અધ્યક્ષ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી નું અવસાન થયું .
🎊જૂન :
જૂન મહિના માં લોકસભાની ચૂંટણી નું પરીણામ આવ્યું .ગુજરાતના લોકલાડીલા સપૂત – નેતા નરેન્દ્ર મોદી ત્રીજી વખત ભારતના વડા પ્રધાન બન્યા .
લોકસભા ની કુલ 26 બેઠકોમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને બનાસકાંઠામાં એક બેઠક ગનીબેન ઠાકોર ના વિજય થી મળી .ભાવનગરના નીમુબેન બાંભણિયા ને સૌથી વધુ 7,07,428 મત મળ્યા .ગુજરાત ની 4 મહિલાઓ , નિમુબેન (ભાવનગર ), પૂનમબેન માડમ (જામનગર ),શોભનાબેન બારૈયા (સાબરકાંઠા ) અને ગનીબેન ઠાકોર (બનાસકાંઠા ) ચુંટાયા .
ગુજરાતના 6 ઉમેદવાર મંત્રી બન્યા . અમિત શાહ (ગૃહ અને સહકાર ) ,જે પી નડ્ડા (આરોગ્ય – પરિવાર ) ,મનસુખ માંડવીયા (યુવા ખેલ – શ્રમ રોજગાર ), સી આર પાટિલ (જળ શક્તિ ),નીમુ બેન બાંભણિયા ( અન્ન વિતરણ – ગ્રાહકો ) અને એસ .જયશંકર (વિદેશ ) મંત્રી બન્યા . રાજકોટ ના અગ્નિ કાંડ ને ધ્યાનમાં રાખતા ભાજપ દ્વારા ક્યાંય વિજય સરઘ સ,ફૂલ,ફટાકડા કે મીઠાઈ દ્વારા ઉજવણી કે . સન્માન સમારોહ પણ કરાયો નહીં.
સરકારી શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ થયો , અમિત શાહે અમદાવાદ મ્યુનસિપાલિટી સંચાલિત 30 સ્માર્ટ પ્રાથમિક શાળા નું લોકાર્પણ કર્યું .કે . ડી . હોસ્પિટલ માં રાજ્યની પ્રથમ નર્સિંગ સિમ્યુલેશન લેબ શરૂ થઈ .
રાજકોટ માં સનાતન ધર્મ ના સંમેલનમાં સાધુ સંતોની હાજરીમાં ધર્મની રક્ષા માટે નિર્ણયો લેવાયા ,રાજ્યમાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરજિયાત .બનાસકાંઠામાં ભાભર તાલુકાના અબળા ગમે ગુજરાત ની સૌ પ્રથમ ‘ ગૌ મૂત્ર ‘ ની ડેરી શરૂ થઈ .રાજ્ય કક્ષા નો ‘ યોગોત્સવ ‘ નડાબેટ ખાતે ઉજવાયો .ભુજ ના ભૂકંપ મેમોરિયલ ને યુનેસ્કો નો પ્રતિષ્ઠિત વર્સાઈલીસ એવોર્ડ મળ્યો.
ભષ્ટ્રાચારનાં કેપ્ટન ગુજસેલનાં પૂર્વ C E O અજય ચૌહાણ સામે કેસ નોંધાયો .રાજકોટમાં બાળ આયુષ્માન ના કોભાંડી ડૉ. મશરૂ ને 6.54 કરોડ નો દંડ .
પ્રખર પક્ષીવીદ કુંવર શિવભદ્રસિંહ ,ગાંધી આશ્રમ ના સંચાલક અમૃત મોદી નું અવસાન .
🎊જુલાઈ :
જુલાઈ જળ બંબાકાર રહ્યો .અમદાવાદ માં 147મી રથયાત્રા નીકળી .રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા .ચંદીપુરા વાઇરસથી બાળકોનાં મોત .માનગઢ ખાતે આદિવાસી સમાજ નું મહાસંમેલન યોજાયું .
જુલાઈ મહિનાના પ્રારંભ જ ‘ શ્રીકાર ‘ વર્ષા થી થયો .ચોમાસુ ચારેય કોર ચિતરાયું.250 તાલુકા માં વરસાદ . પોરબંદર ‘ પૂર બંદર ‘ બન્યું ,24 કલાક માં 20 ઇંચ વરસાદ , કલ્યાણપૂર માં 18 ઇંચ ,જૂનાગઢ – માણાવદર માં 17 ઇંચ ,દ્વારકા માં આભ ફાટ્યું ,રાજ્ય માં સરેરાશ કરતાં 28% વધુ વરસાદ થયો .
અષાઢી બીજનાં રોજ અમદાવાદ માં 147 મી રથ યાત્રા નીકળી .પ્રથમ વાર સમગ્ર રૂટ પર ‘ ફેસ રેક્ગ્નીશન નાં 46 કેમેરા , 20 ડ્રોન અને ,યાત્રા નું થ્રી – ડી મેપિંગ કરાયું .
લોકસભા વિપક્ષ ના નેતા ,રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા ,રાજકોટ અગ્નિ કાંડના પિડીત પરિવારો ને મળ્યા ,લોકસભા માં મુદ્દો ઉઠાવવા ની ખાતરી આપી .સાંસદ માં રાહુલ ગાંધી ના હિન્દુઓ બાબત નિવેદન બાદ અમદાવાદ માં ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરો વચ્ચે સંઘર્ષ ,પત્થરમારો તથા તોડફોડ થઈ .
ગુજરાત ભાજપ ની પ્રદેશ બૃહદ કારોબારી બેઠક સારંગપુર માં B A P S સ્વામિનારાયણ મંદિર માં મળી .મુખ્ય મંત્રી કાર્યાલય 2009 થી સતત I S O સર્ટિફિકેટ મેળવનાર એક માત્ર રાજ્ય બન્યું .પ્રાકૃતિક કૃષિ થી શાકભાજી ઉગડનાર ને પ્રતિ હેકટર દીઠ 20,000/- ની સહાય .જીવન જરૂરી વસ્તુના પેકિંગ મટીરીયલ પર G S T ઘટાડી ને 12% કરાયો .સરકારે M B B S ની એક વર્ષ ની ફી ₹ 5.50 લાખ થી ઘટાડીને ₹ 3.75 લાખ કરી. હવે કેન્સર ,કિડની અને સ્કિઝોફેનીયા જેવા અસાધ્ય રોગોની દવા નિઃશુલ્ક મળશે . ‘યુનો’માં પ.પૂ.મોરારી બાપુની રામ કથા યોજાઈ . ‘ કેવિન પટેલ એટ યોર સર્વિસ ‘ ગુજરાતી શોર્ટ ફિલ્મ ને ઓસ્ટ્રેલિયા માં એવોર્ડ મળ્યો .આદિવાસી મહા સંમેલન માં ‘ ભીલ પ્રદેશ’ બનાવવા હુંકાર કરાયો .
રાજકોટ ના મનપા ના T P O મનસુખ સાગઠીયા ની A C B એ ધરપકડ કરી.
એસ કે નંદા અને કુલિંચંદ્ર યાજ્ઞિક નું અવસાન થયું .
🎊ઓગસ્ટ :
ઓગસ્ટ મહિનો અધ..ધ..ધ..વરસાદ થી ભરપૂર મહિનો રહ્યો .વિધાનસભા નું સત્ર ,કોંગ્રેસ ની ન્યાય યાત્રા ,વંદે મેટ્રો ટ્રેન અને ગુજ્જુ અભિનેત્રી માનસી પારેખને ‘ રાષ્ટ્રીય ફિલ્મ ‘ પુરસ્કાર .
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે જ શિક્ષકોની હાજરીનો મુદ્દો ગુંજ્યો .શિક્ષકો ની હાજરીની લાલિયાવાડી નો સરકારે સ્વીકાર કર્યો .કાળા જાદુ બીલ સર્વાનુમતે મંજૂર ,ધુતારા – ઢોંગીઓ ને 7 વર્ષ ની કેદ અને 50,000સુધી નો દંડ થશે.વરસાદ થી ખેડૂતો ને થયેલ નુકશાન માટે 350 કરોડની કૃષિ સહાય ,રાજ્યમાં 3017કી.મી .ગ્રામ્ય સડક યોજના મંજૂર ,10 આર્મી સ્કૂલ ની મંજુરી. વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ માટે 1200 કરોડનાં પેકેજ ને મુખ્ય મંત્રીની મંજૂરી .સરકારે સ્કોલરશીપ નાં નિયમો બદલ્યા , પિતા ગુજરાતી હશે તો જ શિષ્ય વૃત્તિ મળશે .મુખ્ય મંત્રીના હસ્તે ‘ એક પેડ માં કે નામ ‘ યોજના હેઠળ વનમહોત્સવ નો પ્રારંભ .રાંચરડા ખાતે અમદાવાદ શહેર નું પ્રથમ અને દેશનું ચોથું વિશ્રામ કરતા હનુમાનજી નું મંદિર બન્યું .
કોંગ્રેસની ન્યાય યાત્રાનો મોરબી થી પ્રારંભ થયો .સમગ્ર રાજ્યમાં 300 કી.મી. નો પ્રવાસ ,3 ઘડા ભરી ને ફરિયાદો મળી .
ભાવનગર માં ‘ સૌરાષ્ટ્ર સમાચાર ‘ ની હીરક જયંતિ ઉજવાઈ . ચાંદી પૂરા વાઇરસ નર માખીમાં મળ્યો .
જનમાષ્ટીના રોજ આખું ગુજરાત ‘ જળ (ય) શ્રી કૃષ્ણ ‘ બન્યું .ઉકાઇ અને નર્મદા ડેમ ના દરવાજા ખોલવા પડ્યા .વડોદરામાં 10 વર્ષ પછી 80% વિસ્તાર પાણીમાં જળબંબાકાર .સૌરાષ્ટ્ર માં તમામ મેળાઓ રદ કરાયા .34 હાઇવે બંધ ,એસ ટી ની 2000 થી વધુ ટ્રીપ બંધ ,હાલાર પંથક માં મેઘ તાંડવ,મોડાસા માં 30 વર્ષ નો રેકોર્ડ. તૂટ્યો ,ગુજરાત નું જન જીવન અસ્ત વ્યસ્ત .
પ્રખ્યાત સિતાર વાદક મહિલા કલાકાર મંજુ મહેતા નું અવસાન .
🎊 સપ્ટેમ્બર :
સપ્ટેમ્બર મહિનો પણ ભરપુર વરસાદ ,મોદી ની ગુજરાત મુલાકાત ,ક્ષત્રિય જ્ઞાતિ નું મહા સંમેલન ,ભૂપેન્દ્ર પટેલ ની સરકાર ના 3 વર્ષ ,અમદાવાદ ની રિયા સિંઘા એ ‘ મિસ યુનિવર્સ ઇન્ડિયા-2024’ નું ટાઇટલ મેળવ્યું .
વડાપ્રધાન મોદી ત્રણ દિવસ માટે ગુજરાત ની મુલાકાતે આવ્યા .મોદી એ તેમના કાર્યકાળ ના 100 દિવસ નો હિસાબ આપ્યો .દેશમાં 15 લાખ કરોડના કામ નો હિસાબ ,રાજ્ય ને 800 કરોડના કામોની ભેટ આપી .ઝુંડાલ માં 128 કરોડના ખર્ચે બનેલા મકાનો સોંપાયા ,ચાર બ્રિજ નું ખાતમુહર્ત કરાયું ,મોટેરા થી ગાંધીનગર મેટ્રો સેવા શરૂ ,દેશ ની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરૂ થઈ ,સુરત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ‘ જળ સંચય જળ ભાગીદારી ‘ યોજનાનો વર્ચ્યુલી આરંભ કરાવ્યો .
કેન્દ્ર સરકારે દેશના પાંચમા અને ગુજરાતના ચોથા સેમી કન્ડક્ટર યુનિટ ને મંજુરી આપી . રાજ્યના 33 જિલ્લાઓમાં યોજાયેલા ગરીબ કલ્યાણ મેળા માં 318 કરોડ ની સહાય ચૂકવાઇ .વરસાદ ના કારણે પુર પીડિતો ને 20 કરોડ થી વધુ સહાય મળી . ગોતા માં ગુજરાતના ક્ષત્રિય જ્ઞાતિ નું મહા સંમેલન યોજાયું .સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ ની સ્થાપના કરવામાં આવી ,ભાવનગર ના રાજવી વિજય રાજસિંહ ગોહિલ ની અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી .ગુજરાત માં 2.44લાખ આવાસ બનાવવા કેન્દ્ર સરકાર ની મંજુરી .એપોલો હોસ્પિટલ માં રાજ્યનો પ્રથમ ‘ ફિમેલ એસ્થેટિક સ્ટુડિયો ‘ શરૂ કરાયો .વડોદરા માં વિશ્વામિત્રી પાસે બનેલ અગોરા મોલ પર બુલ્ડોઝર ફેરવવામાં આવ્યું .ગુજરાત માં ખેતી ની જમીન લે વેંચમાં હવે ભાજપ સરકાર આવ્યા પછીના રેકોર્ડ માન્ય .ગુજરાતના સૌ પ્રથમ સસ્તા અનાજ ના A T M નો ભાવનગર માં પ્રારંભ.
રાજકોટ માં 113 કરોડ નું આત્મીય જમીન કૌભાંડ.દાહોદ નાં 24 ગામો ની જમીનનો ગોટાળો ,નકલી N A દ્વારા 2400 કરોડ ની એક હજાર વીઘા જમીન વેચી નાખી .જામનગર માં ગટર સફાઈના નામે લાખો રૂપિયા નું કૌભાંડ.ડુમસ ની 2000 કરોડ ની , મુલાસણ ની 10,000 કરોડ ની જમીન કૌભાંડ.
ગુજરાત માં ભરપુર વરસાદ થી નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલકાયો .
🎊ઓકટોબર :
ઓકટોબર મહિનામાં વડા પ્રધાન મોદી એ ગુજરાત ની બે વખત મુલાકાત કરી, સ્પેન નાં વડા પ્રધાન પેડ્રો સાંચેજ સાથે વડોદરા માં રોડ શો કર્યો .એરક્રાફટ ની એસેમ્બ્લી લાઈન નું ઉદઘાટન કર્યું .વડોદરાની લક્ષ્મીવિલાસ પેલેસ માં સમજૂતી કરાર કર્યા .વડા પ્રધાન મોદી એ કચ્છ સરહદે સર ક્રીક ખાતે BSF જવાનો સાથે દિવાળી મનાવી .રાજ્યના 20 જિલ્લાના ખેડૂતો ને ઓગસ્ટ મહિનામાં થયેલી વરસાદી નુકસાની માટે 1420 કરોડ નું રાહત પેકેજ જાહેર કરાયું .ગુજરાત માં 70વર્ષ થી વધુ વય ના 32 લાખ જેટલા વડીલો ને પાંચ લાખ રૂપિયા સુધી નું આરોગ્ય કવર મળશે . ગૌ માતા ને ‘ રાષ્ટ્ર માતા ‘ જાહેર કરવા સોલા ભાગવત માં સંમેલન યોજાયું .ગરબા મહોત્સવ સાથે અનેક પ્રકારના કૌભાંડો ,નકલી કોર્ટ ,નકલી જજ ,વિગેરે એ ગરબા ગયા! .નળ થી છલનું 258 કરોડ નું કૌભાંડ ,કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું . ઉદ્યોગપતિ રતન ટાટા ના અવસાન નિમિતે ગુજરાત સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો .
વડા પ્રધાન મોદીએ અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી દીપાવલી પૂર્વે સૌરાષ્ટ્રના જુદા જુદા 4800 કરોડના વિકાસ કામોની ભેટ આપી .દુધાળા ગામ ખાતે ‘ ભારત માતા સરોવર ‘ નું લોકાર્પણ કર્યું .અમરેલી થી ભુજ – નલિયા રેલવે પ્રોજેક્ટ રાષ્ટ્ર ને સમર્પણ કર્યો .ગુજરાતની બીજી મુલાકાત માં મોદીએ સરદાર જયંતિ અને દિવાળીની પૂર્વ સંધ્યાએ કેવડીયા માં 284 કરોડના પ્રોજેકટ નું લોકાર્પણ અને ભુમી પૂજન કર્યું .સરદાર પટેલ ની 149 મી જયંતિ એ મોદીએ કહ્યું આપણે” એક છીએ તો સેફ છીએ “.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ,વડોદરા ,સુરત અને ગાંધીનગર મહાનગરોના 502 વિકાસ કર્યો માટે 1664 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી . છ મોટા શહેરની સરકારી હોસ્પિટલોમાં ‘ મેડિસિટી ડેવલપ ‘ કરવા 4660 કરોડના કામો ને મંજુરી આપી .રાજ્ય સરકાર એપ્રિલ – 2005 પહેલાના ફિક્સ પગારના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપશે..પેરા બોઈલ્ડ રાઈસ પર ડ્યુટી ઘટાડી ને શૂન્ય કરાઈ .અમદાવાદ – કેશોદ એર સેવા શરૂ થઈ .
ગાંધીનગર માં નકલી કોર્ટ ,જજ અને નકલી હુકમો થી અબજો રૂપિયા ની જમીન પોતાના નામે કરવી લેનાર નકલી આર્બીટીશન જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચ્યનનાં કૌભાંડો નો પર્દાફાશ થયો .નકલી જજે આરોપી ને જામીન આપ્યા તેમજ લોક અદાલત પણ યોજી ! બનાસકાંઠા માં નકલી નિયામકે શિક્ષિકાને બદલીના ઓર્ડર પણ આપી દીધા ! 200નકલી કંપનીઓ વડે 50,000 કરોડ નું GST કૌભાંડ . રાજકોટ માં બાળ આયુષ્યમાન કૌભાંડી ડો. મશરૂ નું લાઇસન્સ વર્ષ માટે સસ્પેન્ડ અને 6.54કરોડ નો દંડ ફટકારાયો .
પૂર્વ આઈપીએસ ,વાર્તાકાર કેડી એમ દારૂવાલા અને વૈજ્ઞાનીક પ્રો સુખદેવ નું અવસાન .
🎊 નવેમ્બર :
નવેમ્બર મહિનો ખ્યાતિ હોસ્પિટલ કાંડ ,નકલી હોસ્પિટલ અને નકલી ડોક્ટર ,બાળકો વેચવાના કૌભાંડ અને શિક્ષણ તેમજ જમીન ક્ષેત્રે વિવિધ કૌભાંડોના પર્દાફાશ ભર્યો મહિનો રહ્યો .ડિજિટલ એરેસ્ટનાં કિસ્સાઓ વધ્યા ,વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપ નો વિજય ,દેશમાં પ્રથમ વાર પ્રજ્ઞા ચક્ષુઓના શિક્ષણ પર પ્રથમ વિશ્વ પરિષદ યોજાય .વય વદનમાં ઉંમર 70કે તેથી વધુ વય નાં વડીલો માટે ફ્રી મેડિકલેઇમ માટે નોંધણી શરૂ થઈ ,વડતાલમાં સ્વામિનારાયણ સંપ્રદાય નો દ્વિશતાબ્દી મહોત્સવ યોજાયો ,સારંગપુરમાં સૌથી મોટા યાત્રિક ભવનનું અને ગાંધીનગર અક્ષરધામ માં નીલકંઠવરણીની મૂર્તી નું લોકાર્પણ થયું .દાદા ભગવાનની ટપાલ ટીકીટ નું વિમોચન , કચ્છ રણોત્સવ શરૂ થયો .દેશનું સૌથી મોટું C A ભવન અમદાવાદમાં ચાણકયપુરી ખાતે ખુલ્લું મુકાયું .દેશના સૌથી મોટા વૃદ્ધાશ્રમ માટે રાજકોટમાં પ.પુ .મોરારિબાપુ ની કથા યોજાય .મેઘા શાહ એ..મિસિસ ઇન્ડિયા ડિરેક્ટર્સ ચોઈસ એવોર્ડ મેળવ્યો .જૂનાગઢ માં ગિરનાર પર ના અંબાજી મંદિર ની ગાદી નો વિવાદ સળગ્યો .વિવિધ સંતો આમને – સામને થયાં.
કેન્દ્ર સરકારની ‘ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘ નાં કાર્ડ ધારકો ને અંધારામાં રાખીને અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના ડોકટરો એ હાર્ટના ઓપરેશનો કરી ને કરોડો રૂપિયા ખંખેરવાનું મોટું મસ કૌભાંડ કર્યું . અમદાવાદ ની ખ્યાતિ અને રાજકોટ ની નિહિત બેબીકેેર હોસ્પિટલ કાયમી બ્લેકલિસ્ટ કરાઈ . મોરબી પુલ હોનારત ના આરોપી અને ઓરેવા ગ્રુપ નાં M D જયસુખ પટેલ સહિત 10 સામે તહોમતનામુ દાખલ કર્યું .
સુરતમાં એરપોર્ટ પાસે 2000 કરોડની જમીન કૌભાંડ ગૌચર ની 100 કરોડની જમીનનું કૌભાંડ .B Z ફાઈનાન્સયલ સર્વિસિસના નામે 6000કરોડ નું ,અમદાવાદ માં ઓસ્ટ્રેલિયન ડૉલર છાપવાનું કૌભાંડ .ડિજિટલ એરેસ્ટ કૌભાંડ માં યશ બેંકના ડેપ્યુટી મેનેજર સહિત પાંચ પકડાયા .
સુરતમાં નકલી હોસ્પિટલ,પાટણમાં નકલી ડોકટર I C U વોર્ડ સાથે હોસ્પિટલ ચલાવતો હતો ,નકલી ડોકટર બાળકોને 5 અને 10 લાખ માં વેચતો હતો .
સરકારે એપ્રિલ 2005 પહેલાના કર્મીઑ ને જૂની પેન્શન યોજનામાં સમાવાયા .કલેકટરો ને 5 કરોડ સુધીની જમીન બિન ખેતી કરવાની સત્તા અપાઇ ,T B નાં દર્દીઓને હવે મહિને ₹1000/- ની સહાય મળશે .દેશ ની પ્રથમ નમો ભારત રેપિડ રેલ સેવા ભુજ – અમદાવાદ વચ્ચે શરૂ થઈ .,પ્રધાનમંત્રી જન ભારતીય ઔષધિકેન્દ્ર નું વડાપ્રધાનશ્રી એ વિડિયો કોન્ફરન્સ થી લોકાર્પણ કર્યું .
પદ્મશ્રી આર્યુંવેદાચાર્ય દયાળ મુનિ અને અમદાવાદના પૂર્વ મેયર માલિની અતીત નું અવસાન થયું .
🎊 ડિસેમ્બર :
ડિસેમ્બર મહિનામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ અમદાવાદ માં રિવર ફ્રન્ટ ખાતે ” ઈન્ટરનેશનલ બુક ફેર ખૂલ્લો મૂક્યો , દાંતીવાડામાં રવી કૃષિ મહોત્સવનું ઉદઘાટન કર્યું , નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે B A P S સ્વામિનારાયણ કાર્યકરોનો વૃક્ષ અને બીજ ની થીમ પર સુવર્ણ મહોત્સવ યોજાયો , લાંભામાં નિરાધાર વડીલો માટે નિઃશુલ્ક હોસ્પિટલનો શિલાન્યાસ થયો ,સુરતમાં સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદનનાં શ્રી ગણેશ થયાં ,કૈલાસ ગુરુકુળમાં સાહિત્ય પરિષદનું 34 મું જ્ઞાન સત્ર યોજાયું ,કર્ક રેખા પર દેશનો પ્રથમ સાયન્સ પાર્ક તૈયાર થયો .ભુજ ના સ્મૃતિવન મ્યુઝિયમ ને યુનેસ્કો નું ” પ્રિકસ વર્સેઇલસ-2024″ એવોર્ડ મળ્યો . વિદ્યાપીઠમાં સ્નાતક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીનો પ્રારંભ થયો .
ગુજરાત સરકારના નિવૃત્ત થનાર કર્મચારીઓને મળતી ગ્રેજ્યુઇટીમાં પાંચ લાખ નો વધારો કરી ને પચ્ચીસ લાખ ની કરાઈ .સરકારે સ્માર્ટ મિત્ર વીજબીલ માં 2% છૂટ અને પેઇડ નહિ પણ પોસ્ટ પેઇડ પેમેન્ટ ની સુવિધા ની જાહેરાત કરી.ડોકટરો એ હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ ( G M C ) નું લાઇસન્સ લેવું પડશે .રાજ્ય ની તમામ હોસ્પિટલો અને લેબ ને 12 માર્ચ સુધી માં રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને નહિ કરાવનાર ને 5 લાખ રૂપિયાનો દંડ થશે .તેને સિલ પણ કરાશે .સરકારે P M J A Y નાં નિયમોમાં ફેરફાર કર્યા .
એંજ્યોગ્રાફિ, એંજ્યોપ્લાસ્ટ સર્જરી નો વિડીયો મોકલવો પડશે .નવી સૂચિત જંત્રી દર સામે રાજ્યભરમાં બિલ્ડરો એ વિરોધ કર્યો , બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતાં હુમલાના વિરોધ માં દેખાવો થયાં

