Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ થી તાલુકા શાળા સુધી જતા બિસ્માર રસ્તામા ખાયકી થયાના ગંભીર આક્ષેપો લગાવતા નગરપાલિકા પૂર્વ કાઉન્સિલર

પંકજ પંડિત

ઘર વપરાશના પાણીની મુખ્ય ગટર લાઈન સાફ સફાઈના અભાવે રોડ પર રેલાતું ગંદુ પાણી ઝાલોદ સ્વર્ણિમ સર્કલની પાસે કોળીવાડા વિસ્તાર તરફ જવાનો માર્ગ આવેલ છે. આ માર્ગ થી કોળીવાડા ખાતે આવેલ કાલકામાતા મંદિર અને તાલુકા શાળા આવેલ છે. સ્વર્ણિમ સર્કલ થી ભરાતા જ એક ગટર લાઈનના પાણી નિકાલ માટે નગરપાલિકા દ્વારા એક મહિના ઉપરાંત થી રસ્તા વચ્ચે આવેલ ગટર લાઈન ખુલ્લી કરેલ છે. આ ગટર લાઈન જલ્દીથી ન થતાં સ્થાનિક રહેવાસીઓમા ભારે રોષની લાગણી જોવા મળી રહેલ છે. અહીંયા આ મુખ્ય માર્ગ હોવાથી આ રોડ પર આવેલ ગટર લાઈન સત્વરે પાલિકા પૂરું કરે તેવી માંગ અહીં રહેતા સ્થાનિક લોકો કરી રહેલ છે. તેમજ આ રસ્તા પર જતા ખૂણામાં હાથલારીઓ મુકવામાં આવેલ છે તેને લીધે અહીંયા ગંદકી રહે છે તેમજ આ હાથલારી પાસે અજાણ્યા લોકો લઘુશંકા કરવા પણ ઉપયોગ કરે છે તો સ્થાનિક રહેવાસીઓ દ્વારા આ માર્ગ ખુલ્લો કરી અને ગટર લાઈનનુ કામ સત્વરે પૂરું કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
આ વિસ્તારમાં આવેલ રોડ નગરપાલિકા દ્વારા અંદાજીત એક વર્ષ અગાઉ જ બનાવવામાં આવેલ હતો પરંતુ નબળી કામગીરી હોવાથી આ રોડ બે મહિનામાં જ તૂટી જવા પામ્યો હતો. પૂર્વ કાઉન્સિલર લલકાભાઈ દ્વારા આ રોડમા ભ્રષ્ટાચાર હોવાના ગંભીર આક્ષેપો મૂક્યા હતા. આ રસ્તો બિસ્માર હોવાથી કેટલાક વાહન ચાલકો રસ્તાને લઈ સ્લીપ ખાઈ પડી ગયેલા હોવાના બનાવો પણ બનેલ છે તેમજ નજીકમાં શાળા તેમજ મંદિર પણ આવેલ છે તો અહીંયા થી પસાર થતા લોકોની સંખ્યા પણ વધુ હોય છે તો આ ભ્રષ્ટાચાર થી બનેલ રસ્તો પૂનઃ નવો બનાવી આપવાની માંગ પૂર્વ કાઉન્સિલર દ્વારા કરવામાં આવી હતી.સાથે સાથે નગરના વેરાના રૂપિયાનો યોગ્ય જગ્યાએ વાપરવામાં આવતા નથી તેવા આક્ષેપો કરવામાં આવેલ છે.

Share

Related posts

ધાર્મિક વિવાદીત ટિપ્પણી મુદ્દે નૂપુર શર્માના વિરોધ માં સમસ્ત શહેરા મુસ્લિમ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ તાલુકાના ડોકીના મેદાન ખાતે આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન સભાને સંબોધશે

Admin

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ બાઈક રેલી યોજાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial