Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ જિલ્લા પોલિસની ક્રાઇમ કોન્ફરન્સ પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરના ચારે બાજુ પોલિસ બંદોબસ્ત વચ્ચે પોલિસ દ્વારા નાઇટ કોમ્બિંગ યોજાઈ

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદિપસિંહ ઝાલાની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લાની પોલિસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન 22-12-2024 ના રોજ સાંજે 5 વાગે કરવામાં આવ્યું હતું.
દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક ઝાલોદ નગરમાં આવતા તેઓએ ધાવડીયા ચેક પોસ્ટની મુલાકાત લીધી હતી તેમજ ઘાવડીયા ચેક પોસ્ટ પર ચાલતી પોલિસની કામગીરીની સમીક્ષા કરી હતી. ઝાલોદ પોલિસ અગાઉથી જ બદલાતા વર્ષ નિમિત્તે વિદેશી દારૂ યેનકેન પ્રકારે ગુજરાતમા ઘુસાડનાર અસામાજિક તત્વો તેમજ બુટલેગરોને ઝડપી પાડવા માટે સક્રિય કામગીરી કરી રહી છે તેમજ ઝાલોદ પોલિસ દ્વારા કરવામાં આવતી સુંદર કામગીરીને દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા બિરદાવવામા આવી હતી.
સાંજે 5 વાગે ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દાહોદ જિલ્લા પોલિસ અધીક્ષક દ્વારા દાહોદ જિલ્લામાં થયેલ ક્રાઈમ વિશે હાજર દરેક પોલિસ અધિકારીઓ સાથે વિસ્તાર પૂર્વક ચર્ચા કરી હતી અને આવા ક્રાઈમ ના વધે તે માટે પોલિસ અધિકારીઓ ને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષકના હસ્તે વર્ષ દરમિયાન ક્રાઈમ નાથવા માટે શ્રેષ્ઠ કામગીરી બજાવતા પોલિસ કર્મચારીઓને પ્રસંશા પત્ર આપી બિરદાવવામા આવેલ હતા. અંદાજીત 40 જેટલા પોલિસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી માટે પ્રસંશા પત્ર આપવામાં આવ્યું હતું તેમજ આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ કામગીરી કરી ઝીરો ક્રાઈમ નોંધાય તેવા શ્રેષ્ઠ અને ઉત્તમ કામગીરી દરેક પોલિસ અધિકારીઓ કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક દ્વારા પોલિસ અધિકારીઓ તેમજ પોલિસ કર્મચારીઓ વચ્ચે સૌહાર્દ પૂર્ણ ( મૈત્રી ) વાતાવરણ રહે તે માટે ડિસેમ્બર માસમાં આવતા પોલીસ કર્મચારીઓના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ જિલ્લા પોલિસની મદદ થી ઝાલોદ તાલુકામાં આવતા તમામ માર્ગો પર પોલિસ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલિસ દ્વારા નાઇટ કોમ્બિંગ દરમ્યાન ફોર વ્હીલર પર બ્લેક ફિલ્મ, શીટ બેલ્ટ, બાઇક પર ત્રણ સવારી, દારૂ પીને વાહન ચલાવવુ, ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવવુ, હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનોનું ચેકિંગ હાથ ધરેલ હતું.

Share

Related posts

વરોડ ટોલ નાકા લડતમાં હાલ વિરામ : લોકસભા ચુંટણી પછી તેમજ બોર્ડની પરીક્ષા પછી ફરી અધૂરી લડાઈ લડાશે ..

gujaratjanekta

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

gujaratjanekta

ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ સાથે બે દારૂનાખેપિયાનો ઝડપી પાડતી વેજલપુર પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial