Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ગોયલ પેલેસ ખાતે શ્રી અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત પ્રદેશની કાર્યકારિણી બેઠક યોજાઈ

પંકજ પંડિત

બેઠકમાં અગ્રવાલ સમાજના વિકાશ તેમજ પ્રગતિ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતીઝાલોદ ગોયલ પેલેસ ખાતે 22-12-2024 રવિવારના રોજ અગ્રવાલ વિકાસ મહાસભાની કાર્યકારિણી બેઠક નિમિતે સહુ પ્રથમ દિપ પ્રાગટ્ય કરી મહારાજા અગ્રસેન અને માતા માધવીજીની આરતી કરી હતી. ઉપસ્થિત દરેક લોકોનું અગ્રવાલ સમાજની બાલિકાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ પધારેલ તમામ મહેમાનોનું સ્ટેજ પર સ્થાન આપી દરેક મહેમાનોનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સન્માન કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.પ્રોગ્રામની શરૂઆત કરાતા શાબ્દિક સ્વાગત ઝાલોદ અગ્રવાલ સમાજના પ્રમુખ મૂકેશ અગ્રવાલ દ્વારા કરવામાં આવેલ હતુ. ઝાલોદ અગ્રવાલ સમાજ નગરમાં કેવી રીતે અને કયા કયા ક્ષેત્રોમાં આગળ છે તે વિશે સંક્ષિપ્તમા માહિતી આપી હતી.ગુજરાત અગ્રવાલ સમાજ વિકાસ મહાસભાના મંત્રી સંજીવ અગ્રવાલ દ્વારા ગુજરાત ખાતે અગ્રવાલ સમાજના લોકો માટે કરવામાં આવતી દરેક કામગીરી વિશે ઝીણવટ રીતે માહિતી આપી હતી. તેમજ અગ્રવાલ સમાજને આગામી સમયમાં તાલુકા, જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્રીય લેવલે આગળ લાવવા માટે સમાજના સહુ લોકો જોડાય તેવું આહ્વાન કર્યું હતું. અગ્રવાલ વિકાસ મહાસભા સાથે દરેક અગ્રવાલ સમાજના લોકો જોડાય જેથી સમાજના દરેક વ્યક્તિને એક જ ડિજિટલ એપ્લિકેશન દ્વારા જોડાશેતો તેને દરેક જાતની મદદ આ ડિજિટલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે.આ ડિજિટલ એપ્લિકેશનમા સમાજના વિકાસ, અભ્યાસ, વ્યાપાર, રાજકીય જેવા અનેક લાભો કેવી રીતે મેળવી શકાય તેની તમામ માહિતી આપવામાં આવી હતી.આજની આ મીટીંગમાં અલગ અલગ વિસ્તાર માંથી આવેલ અગ્રવાલ સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કાર્યકર્તાઓ દ્વારા પોતપોતાના વિસ્તારમા થતી કામગીરી અંગે વિવરણ કરવામાં આવ્યું હતું. આજની અગ્રવાલ વિકાસ મહાસભામા બરોડા અગ્રવાલ સમાજ અને આણંદ અગ્રવાલ સમાજ ગુજરાત પરિષદ સાથે જોડાયા હતા. આજની કાર્યકારિણી બેઠક ને સફળ બનાવવા માટે ઝાલોદ અગ્રવાલ સેવાસંઘ ,અગ્રવાલ યુવા મંચ, અગ્રવાલ મહિલા મંડળ દ્વારા સમસ્ત કાર્યની રૂપરેખા સફળ રીતે બનાવી હતી.છેલ્લે સમાજના લોકોને પ્રોત્સાહિત કરવા માટે આવેલ લોકોના રજીસ્ટ્રેશન માંથી પાંચ લક્કી ડ્રો ને ઈનામ આપી સન્માન આપવામાં આવ્યું હતું. અગ્રવાલ વિકાસ મહાસભા ગુજરાત દ્વારા ઝાલોદ અગ્રવાલ સમાજને પ્રમાણપત્ર આપી સન્માન આપવામાં આવ્યું હતું. ગુજરાત અગ્રવાલ મહાસભાના પ્રમુખ સુરેશ અગ્રવાલ દ્વારા સમાજની કામગીરી વિશે માહિતી આપી હતી. છેલ્લે ગુજરાત અગ્રવાલ મહાસભાના ઉપાધ્યક્ષ જવાહર અગ્રવાલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી અને સ્ટેજ પ્રોગ્રામનું સંચાલન અગ્રવાલ સમાજની યુવતી નેલ્સી અગ્રવાલ અને દિલીપ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું .છેલ્લે રાષ્ટ્ર માટે એકતાની ભાવના સાથે રાષ્ટ્રગીત ગાઈ પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Share

Related posts

કોઠંબા ખાતે ૨૦ માં પાટીદાર સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓના ભીષ્મ પિતામહ મહેશભાઈ સવાણીની ઉપસ્થિતિમાં યોજાયો

gujaratjanekta

મહિલા આઈ ટી આઈ- જાફરાબાદ ખાતે વુમન સાયન્સ ક્લબ દ્વારા મેન્સ્ટુઅલ હાઇજીન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial