Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરના મોક્ષધામની કામગીરીના બાકી નીકળતા રૂપિયા માટે કોન્ટ્રાક્ટર દ્વારા જિલ્લા સ્વાગતમા અરજી કરાઈ

પંકજ પંડિત

ઝાલોદ નગરપાલિકા વિસ્તારમાં મોક્ષધામના નવીનીકરણ માટે 2015-16 મા નગરપાલિકા દ્વારા કૈલાશધામનુ ટેન્ડરરીંગ કરવામાં આવ્યું હતું આ ટેન્ડરીંગમા તેમને સ્મશાનનો શેડ ( ગૃહ ) બનાવવાની કામગીરી
જય કન્સ્ટ્રકશનને લાગેલ હતી. ટેન્ડરીંગ મુજબ તે સમયે આ કામગીરી કરવા માટે તેની રકમ 25,94,000 હતી. કામગીરી પૂર્ણ થતાં પાલિકા દ્વારા 15,00,000 નું બિલ ચૂકવી દેવામાં આવેલ છે પરંતુ બાકી નીકળતી 10,94,000 રૂપિયા આજ સુધી જય કન્સ્ટ્રકશનને ચુકવવામાં આવેલ નથી. આ અંગે જય કન્સ્ટ્રકશન દ્વારા લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ તેમને તેમની બાકી નીકળતી રકમ મળેલ નથી જેથી જય કન્સ્ટ્રકશન દ્વારા આ રકમ મેળવવા માટે તાલુકા સ્વાગતમા અરજી કરવામાં આવેલ હતી.
તાલુકા સ્વાગતમા તેમની અરજી આવતા આ અંગે નગરપાલિકા દ્વારા તાલુકા સ્વાગતમા લેખિત જવાબ આપ્યો હતો કે માનવ સેવા ટ્રસ્ટ પાસેથી નગરપાલિકાને આ રકમ લેવાની છે માનવ સેવા ટ્રસ્ટ આ રકમ ચૂકવશે ત્યારે આ રકમ આપવામાં આવશે. જય કન્સ્ટ્રકશનના પ્રોપરાઇટર અજય ભાઈના કહેવા મુજબ વર્ક ઓર્ડરમા આવો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી તેઓ દ્વારા આ અંગે દાહોદ જિલ્લા સ્વાગતમા ન્યાય મળે તે માટે તારીખ 12-12-2024 ના રોજ અરજી કરવામાં આવેલ છે અને તેઓને આઠ વર્ષથી બાકી નીકળતી રકમ નથી મળી તો તેઓને સરકારના ધારા ધોરણ મુજબ વ્યાજ સાથે બાકી નીકળતી રકમ આપવામાં આવે તેવી માંગ કરેલ છે.

Share

Related posts

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

gujaratjanekta

115 વર્ષથી બંધ પડેલા રૂમનો દરવાજો એક દિવસ ભંગાર સમજીને તોડી નાખ્યો, પછી જે ચીજવસ્તુઓ મળી તે જોઈને સૌ કોઈના ઉડી ગયા હોશ..! – જાણો વધુ

gujaratjanekta

ભારત સરકારે દ્વારા આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial