Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરાની ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની શિવાની ચૌધરીએ ગોલ્ડ મેડલ મેળવ્યો – જાણો વધુ

ગોધરા સ્થિત આવેલ શેઠ પી.ટી.આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ,ગોધરાની ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની શિવાની ચૌધરીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને કોલેજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યુ.

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંઝોલ,ગોધરાનો છઠ્ઠો પદવીદાન સમારોહ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ સમારોહમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગોધરાના ધારાસભ્ય સી. કે રાઉલજી, કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર અનિલ સોલંકી વગેરે મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટી માં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવીપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જેમાં ગોધરાની જાણીતી શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની ઇતિહાસ વિભાગની વિદ્યાર્થીની શિવાની ચૌધરીએ પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગોધરા કોલેજનું ગૌરવ વધારેલ છે.ત્યારે સંસ્થાના પ્રમુખ ભૂપેશ શાહ, આચાર્ય ડૉ.એમ.બી. પટેલ, વિભાગ અધ્યક્ષ સુરેશ ચૌધરી તેમજ કોલેજ પરિવાર આ વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સમગ્ર રાજ્ય માટે 2,646 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે

gujaratjanekta

સુખસરમાં કરિયાણાની હોલસેલ દુકાન ધરાવતા વેપારીની દુકાનમાંથી ટનાટન માવાની સોપારીના ડુપ્લીકેટ પેકેટ ઝડપાયા

gujaratjanekta

વડોદરાના મહેતા મેમોરિયસ પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓનો થનગનાટ : “ધમણ” ફિલ્મના સિતારાઓ ગરબે ગુમ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial