મહીસાગર જિલ્લામાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન અંતર્ગત તારીખ ૮ ડિસેમ્બર રવિવારના રોજ ૦ થી ૫ વર્ષના અંદાજે ૧,૩૭,૫૦૦ બાળકોને પોલીયોની રસી પીવડાવવામાં આવશે. જેમાં કુલ ૫૫૦ બુથ પર ૨૪૭૭ કર્મચારીઓ ઘ્વારા પોલીયોની રસી પીવડાવવામાં આવશે.
જીલ્લામાં કુલ ૫૧૬ સ્થાયી બુથ તેમજ છુટા છવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ૧૪ મોબાઈલ બુથ દ્વારા અને જાહેર સ્થળોએ ૨૦ ટ્રાન્ઝીટ બુથો ગોઠવીને પોલિયોની રસી પીવડાવવાનું જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ.૫ટેલ અને જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.સી.આર.૫ટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે.
જિલ્લા રસીકરણ અધિકારીશ્રી ડો. કે. કે. પરમારે જણાવ્યુ કે, પોલિયો રસીકરણ અભિયાનનાં રાઉન્ડમાં આપના નજીકના પોલિયોના બુથ ઉપર આપના બાળકને લઈ જઈ પોલિયોની રસી અચુક પીવડાવવી તેમજ અગાઉ ગમે તેટલી વખત પોલિયોની રસી પીવડાવેલ હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ આપના બાળક્ને આવતી કાલના દિવસે ફરીથી પોલિયોની રસી અચૂક પીવડાવશો!!

