Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ દ્વારા રાત્રીના સમયમાં ડ્રોન દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરતા અસામાજિક તત્વો પર નજર રાખવામાં આવી

પંકજ પંડિત

દાહોદ જિલ્લા પોલિસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાના આદેશ મુજબ ઝાલોદ ડી.વાય.એસ.પી ડી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.આઈ રાઠવા દ્વારા રાત્રી દરમ્યાન ફરતા લોકો પર વોચ રાત્રી દરમ્યાન તળાવ વિસ્તાર અને સરદાર પટેલ ચોકમાં ઉભા રહી નગરના રસ્તા તેમજ સુમસામ જણાતા વિસ્તારોમાં બારીકાઈ થી ડ્રોન દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.ઝાલોદ પોલીસના પી.આઈ રાઠવા દ્વારા પોલિસ સ્ટાફ સાથે રાખી વિવિધ વિસ્તારોમાં રાત્રી દરમ્યાન ચુસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવી તેમજ નાઇટ દરમ્યાન સતત પેટ્રોલીંગ કરી રાત્રી દરમ્યાન ફરતા લોકો પર સતત વોચ રાખી કાયદો વ્યવસ્થા જાળવવાનો પ્રયત્ન કરે છે તેમજ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવાનો સંપૂર્ણ પ્રયાસ કરતી રહે છે. આજે વધુ ચુસ્ત રીતે રાત્રી દરમ્યાન અસામાજિક તત્વો તેમજ ગેરકાયદેસર હેરાફેરી કરનાર લોકો પર દેખરેખ રાખવા માટે નગરના રસ્તા તેમજ સુમસામ જણાતા ખૂણા અને ઝાડી ઝાખરાઓ થી છવાયેલ ખેતરમાં ડ્રોન દ્વારા બારીકાઈ થી નિરીક્ષણ રાખી રાત્રી દરમ્યાન હિલચાલ કરતા લોકો પર બારીકાઈ થી નજર રાખી કાયદો વ્યવસ્થા ન બગડે તેની તકેદારી રાખવામા આવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

અમદાવાદમાં વૃક્ષારોપણ પાછળનાં ખર્ચમાં 2019– 20થી 2021-22માં 116 ટકાનો વધારો નોંધાયો છે

gujaratjanekta

ગોધરા તાલુકાના રેહમત નગરમાં વધતી જતી સમસ્યાઓ : તલાટીશ્રી તથા સરપંચશ્રી કુંભકર્ણ ની નિંદ્રામાં !!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial