પંકજ પંડિત
ઝાલોદ નગરપાલિકાના 4 કર્મચારીઓને સરકાર તરફ થીપેન્શન તથા અન્ય લાભો આપવામાં છે તો બીજા કર્મચારીઓ સાથે અન્યાય કેમ…❔ઝાલોદ નગરપાલિકામા ફરજ બજાવતા 13 જેટલા કર્મચારીઓને સરકાર દ્વારા મળતી પેન્શન સુવિધાનો લાભ ન મળતાં તેઓના રોજીંદા જીવન જીવવામાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહેલ છે. 13 જેટલા કર્મચારીઓ નગરપાલિકા માંથી વય નિવૃત્ત થયેલ છે તેઓ દ્વારા અવારનવાર કોર્ટના ધક્કા ખાઈ પોતાના હક માટે લડી રહેલ હતા. નામદાર કોર્ટ દ્વારા આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ અરજીઓના અનુસંધાનમાં તારીખ 22-08-2024 ના રોજ નામદાર ગુજરાત હાઇકોર્ટ તરફ થી 14 કર્મચારીઓને પેન્શન તથા અન્ય લાભો 4 અઠવાડિયામા ચૂકવવા માટેનો મૌખિક આદેશ કરવામાં આવેલ છે જે પૈકી 13 કર્મચારીઑ સામે નગરપાલિકા તરફથી અપીલ કરી એલ.પી.એ દાખલ કરવામાં આવેલ છે જ્યારે 1 કર્મચારી સામે અપીલ કરવામાં આવેલ નથી જે અન્ય 13 કર્મચારીઓ સામે ભેદભાવ અને દ્વેષ રાખી પેન્શન તથા અન્ય લાભો યેનકેન પ્રકારે અડચણ ઉભી કરી કર્મચારીઓને ના મળે તેવી રાજરમત નીવૃત 13 કર્મચારી સાથે કરવામાં આવી રહી છે જે અન્યાય કરવામાં આવે છે તેવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિવૃત્ત કર્મચારીઓને લાભો આપવા માટે હુકમ કરેલ હતો. છતાંય આ કર્મચારીઓને કોઈ પણ જાતના મળવા પાત્ર લાભો મળેલ નથી અને નામદાર ગુજરાત હાઈ કોર્ટના આદેશનો અનાદર કરેલ છે.આ અગાઉ પણ વય નિવૃત્ત થયેલ કર્મચારીઓને નામદાર કોર્ટના માધ્યમથી મળવા પાત્ર લાભ મળી રહેલ છે તો આ 13 કર્મચારીઓ સાથે અન્યાય કેમ..❔.તેમજ અરજી કર્તા આ કામદારો પછીથી વય નિવૃત્ત કર્મચારીને પણ સરકારના ધારા ધોરણ પ્રમાણે લાભ મળે છે તો આ કર્મચારીઓ સાથે અન્યાય કેમ તેવો વેધક સવાલ કર્મચારીઓના મનમાં થઈ રહેલ છે. આ 13 કર્મચારીઓ સાથે દ્વેષભાવ રાખી સરકાર દ્વારા આપવામા આવતા લાભો કેમ અટકાવી રાખેલ છે. જો આ અરજી કરેલ પછીના કર્મચારીને સરકાર દ્વારા મળતા બધા મળી રહેલ છે તો બાકીના કર્મચારીઓ સાથે અન્યાય કેમ..❔. આ અંગે પેંશન મળવા પાત્ર કર્મચારીઓને એવું લાગી રહેલ છે કે આમાં સરકારના હુકમનો અનાદર કર્મચારી સાથે અન્યાય કરવામાં આવી રહેલ છે. આ કર્મચારીઓની હાલ તો એક જ માંગ છે નામદાર કોર્ટના હુકમનો અમલ કરી સરકાર દ્વારા જે મળવા પાત્ર લાભ છે તે આ દરેક કર્મચારીઓને મળે.

