Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમાં બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે બાબા શ્યામના જય જયકાર સાથે શ્યામ હવેલી ગુંજી ઉઠી

પંકજ પંડિત

બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે ભક્તો દ્વારા કેક કાપી શ્યામ ભક્તોએ એક બીજાને શુભેચ્છાઓ પાઠવી બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે શ્યામ હવેલીને ફૂલો, લાઇટ, ગુબ્બારા થી સજાવવામાં આવીઝાલોદ નગરમાં બાબા શ્યામનો જન્મોત્સવતારીખ12-11-2024 મંગળવારના રોજ ધૂમધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ હવેલી ખાતે ધામધૂમ પૂર્વક શ્યામ ભક્તો દ્વારા મનાવવામાં આવી હતી. સવારથી જ બાબા શ્યામના મંદિરે મોટા પ્રમાણમાં બાબા શ્યામના ભક્તો મોટા પ્રમાણમાં દર્શનાર્થે ઉમટી પડેલ હતા. આખા દિવસ દરમ્યાન બાબા શ્યામના મંદિરે દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી હતી. બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પ્રેમીયોમાં ખુશી તેમજ આનંદ જોવા મળતો હતો. બાબા શ્યામના જય જયકાર સાથે આખું મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું. આખા મંદિરના પ્રાંગણમાં શીશ કે દાની કી જય ,શ્યામ પ્યારે કી જય જેવા જયકારા સાથે ભક્તો બાબા શ્યામને જન્મોત્સવની શુભકામનાઓ આપતા જોવા મળતા હતા.
બાબા શ્યામના જન્મોત્સવ નિમિતે શ્યામ હવેલીને ફૂલો, ફુગ્ગારા, લાઈટીંગ થી સુશોભિત કરવામાં આવી હતી. બાબા શ્યામની હવેલીનો નજારો ધરતી પરના સ્વર્ગ જેવો લાગતો હતો. અલૌકિક રીતે સજાવેલ મંદિરની સજાવટ જોઈ સહુ ભક્તોને બાબા શ્યામના સાક્ષાત્કાર નજરની સામે હોય તેવો આભાસ દરેક શ્યામ ભક્તોને થઈ રહેલ હતો. બાબા શ્યામને જન્મોત્સવની શુભેચ્છા આપવા રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના શ્યામ ભક્તો મોટા પ્રમાણમાં જોવા મળતા હતા. શ્યામ જન્મોત્સવ નિમિતે શ્યામ હવેલીને સજાવવા માટે શ્યામ શ્યામ પરિવારના સહુ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બાબા શ્યામના જન્મોત્સવ નિમિત્તે શ્યામ પરિવાર દ્વારા જયપુર તેમજ કોટા થી બોલાવવામાં આવેલ ભજન કલાકાર દ્વારા શ્યામ ભજનનું રસપાન શ્યામ પ્રેમીયોને કરાવવામાં આવ્યું હતું. બાબા શ્યામની અખંડ જ્યોત દર્શનનો લાભ ઉપસ્થિત સહુ ભક્તોએ લીધો હતો. સાથે સાથે ભજનની સાથે શ્યામ ભક્તો શ્યામ હવેલીના પ્રાંગણમાં નાચતા ઝૂમતા જોવા મળતા હતા. રાત્રે બારના ટકોરે શ્યામ હવેલીની બહાર ફટાકડાની ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. સહુ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામને માવાનો કેક કાપી જન્મ દિવસની શુભેચ્છા આપી હતી. છેલ્લે સહુ ભક્તોએ ભેગા થઈ બાબા શ્યામની આરતી કરી પ્રસાદ બાબા શ્યામની જય જય કાર કરી છૂટા પડ્યા હતા.

Share

Related posts

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ : આપ ના મુખ્ય ચહેરાઓની કારમી હાર થઇ

Admin

વિશ્વ હિન્ધુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરીષદ દ્વારા ગુજરાત રાજ્યનું શિક્ષા વર્ગ દાહોદના ખરેડી ગામ ખાતે યોજાયો.

gujaratjanekta

ઝાલોદ શહેર ભાજપ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની ઉજવણી પ્રસંગે ફટાકડા ફોડી મીઠાઈ વહેંચવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial