Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ નગરમા સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી વિવાહ યોજાયો આજથી શુભ પ્રસંગોનુ પ્રારંભ

પંકજ પંડિત

તુલસી માતાના યજમાન મોહનભાઇ અગ્રવાલના પરિવાર દ્વારા શાલીગ્રામ ભગવાનની બરાતનુ સ્વાગત, વિવાહ અને ગંગાજળ કળશ યાત્રા તેમજ પ્રસંગ પૂર્ણ થતાં પ્રસાદીનુ આયોજન કરાયુંઆજરોજ તારીખ 12-11-2024 મંગળવાર એટલે દેવઉઠી એકાદશીનો શુભ દિવસ, આજથી ચાતુર્માસ પૂર્ણ થતાં હવે નગરમાં હિન્દુ પરિવારોમા શુભ પ્રસંગો યોજાવાની શરૂઆત થશે. આજના શુભ દિવસે તુલસી માતા અને શાલીગ્રામ ભગવાનનો વિવાહ પ્રતિવર્ષ હિન્દુ પરંપરાના ઉત્સવની શરૂઆત રૂપે યોજાય છે. તુલસી વિવાહ નગરમાં દરેક હિન્દુ પરિવારોમાં તેમજ નગરના દરેક મંદિરોમા યોજાતુ હોય છે. નગરના ગીતામંદિરમાં પ્રતિવર્ષ તુલસી વિવાહ ધૂમધામ થી યોજાતો હોય છે અને નગરના લોકો આ શુભ પ્રસંગે જોડાઈ પૂજા કરવાનો લ્હાવો લે છે.ઝાલોદ નગરમાં 13-11-2024ના રોજ ગીતા મંદિર દ્વારા કરવામાં આવેલ આયોજનમાં તુલસી માતાના યજમાન મોહનભાઈ અગ્રવાલના ત્યાં તુલસી વિવાહની તૈયારી રૂપે મંગલ ગીતો ગાઈ તેમજ સામાજિક રીતે આમંત્રણ આપી સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. શાલીગ્રામ ભગવાનની બરાત નગરના ગીતા મંદિરે થી ડી.જે ના તાલે ભજનોની રમઝટ સાથે કાઢવામાં આવી હતી. શાલીગ્રામ ભગવાનની બરાતમા નગરના લોકો તેમજ અગ્રવાલ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાયેલ હતા. પારંપારિક રીત રિવાજ મુજબ બરાતનુ સ્વાગત તુલસી માતાના યજમાન મોહનભાઈ અગ્રવાલ અને તેમના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શાલીગ્રામ ભગવાન અને તુલસી માતાનો વિવાહ યોજાયો હતો.

Share

Related posts

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં થયેલ આભૂષણોની ચકચારી ચોરીનો ભેદ ઉકેલીને એક આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાના આભૂષણોનો સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ!!!

gujaratjanekta

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ગોવિંદ ગુરુ સમાધિસ્થાન કંબોઈ (લીમડી), એચીવાર કોલેજ લીમડી તેમજ સન રાઇસ નર્સિંગ કોલેજની મુલાકાત લીધી

gujaratjanekta

રાબોડ પ્રાથમિક શાળાની 136 માં સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial