Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રાંત કચેરી ખાતે દિલ્હી મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્તો દ્વારા કરવામાં આવેલ માંગણી અંગે ખેડૂતો સાથે પ્રાંત અધિકારીએ મીટિંગ યોજી

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના દિલ્હી – મુંબઈ કોરીડોર હાઇવેના અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોની જમીન સરકાર દ્વારા આ હાઇવે પસાર કરવા માટે બિલકુલ સસ્તા ભાવે છીનવી લીધી હોવાની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે ત્યાર બાદ આ હાઇવેનું કામ ચાલુ કરી જવાબદાર અધિકારી કે કોન્ટ્રાક્ટર દ્વારા અંધાઘુંધ માટી પુરાણ કરી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતાં ખેડૂતોનો પાક નિષ્ફ્ળ જતાં ખેડૂતોના પરિવાર નું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું હોવાની વાત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે.
*આજદિન સુધી ખેડૂતોની અનેક વારની માંગણી છતાં ખેડૂતો ની મૂળભૂત સુવિધાઓ આ હાઇવેમાં છીનવાઈ ગયેલ છે તે ઉપલબ્ધ કરી આપવામાં ન આવતાં આજે છેલ્લા ત્રણ વર્ષ થી ખેડૂતો લાઈટ વિના જીવવા મજબુર બન્યા છે. લાઈટ વિના બાળકોના અભ્યાસ ઉપર માઠ્ઠી અસર પડી રહી છે તેમજ બાકી રહેલ મકાન, વૃક્ષો, હેન્ડપમ્પ, બોર, જમીન, સંડાશ, બાથરૂમ, હવાડા, કુંવાનું આજદિન સુધી વળતર ખેડૂતોને મળેલ નથી. તેમજ ચુકવેલ વળતર કરતા વધુ જમીન છીનવી લીધેલ છે જેનું સર્વે કરી વધુ જમીન નું ત્રણ વર્ષ ના વ્યાજ સાથે વળતર ચૂકવવા ની ખેડૂતોની માંગ કરી રહેલ છે અને પથ્થર કાઢવા બ્લાસ્ટિન્ગ કરતા અનેક મકાનોના છાપરા, નલિયા તૂટી ગયેલ છે સ્મશાન ઘાટ અને બાલવાડીઓ તૂટી ગયેલ છે નળ સે જળની પાઇપો, ટાંકીઓ, સંપ તૂટી ગયેલ છે.*આવી અનેક રજૂઆતો લઈ ખેડૂત આગેવાન મૂકેશ ડાંગી અસરગ્રસ્તોને સાથે રાખી જે તે વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ મીટિંગ યોજાઈ હતી.
આવી અનેક વાર ની રજુઆતો છતાં ખેડૂતો નું સાંભળવા માં નં આવતાં આ કોરીડોર હાઇવે ના આગેવાન અને કન્વીનર મુકેશભાઈ એસ. ડાંગી દ્વારા હવે લડી લેવાનો નિર્ણય લેવામાં આવતાં.તા. 12 નવેમ્બર ના રોજ ચૌદ ગામો માં ચાલતું કોરીડોર હાઇવે નું કામ બંદ કરાવવા જાહેર ચીમકી ઉંચારવા માં આવેલ હતી જેથી આજરોજ ઝાલોદ પ્રાંત અધિકારી ભાટિયાની અધ્યક્ષતા માં ઝાલોદ પ્રાંત કચેરી ખાતે ખેડૂતોની માંગણી મુજબના જવાબદાર અધિકારી ઓ અને ચૌદ ગામના અસરગ્રસ્ત ખેડૂત આગેવાનો ની મિટિંગ રાખવા માં આવેલ હતી જે અંતર્ગત મોટી સઁખ્યા માં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.વારંવાર ખેડૂતોને લોલીપોપ આપવા માં આવતાં ખેડૂતો આક્રમક બન્યા હતા પરંતુ લાંબી રકજક બાદ જવાબદાર અધિકારી ઓ દ્વારા તા. 13 નવેમ્બર ના રોજ મુણધા ગામથી તમામ માંગણી મુજબ ના અધિકારી ઓને સાથે રાખી નવેસર થી સર્વે કરી તમામ માંગણી ઓ કેટલા સમય માં પૂર્ણ કરી આપવા માં આવશે તેની લેખિત બાંહેદરી આપવાનું નકી કરવામાં આવેલ હતુંજેથી ખેડૂત આગેવાન મુકેશભાઈ ડાંગી દ્વારા સર્વે કર્યા બાદ લેખિત બાંહેદરી આપવામાં નહીં આવે તો છેલ્લે લડીલેવાનું અસરગ્રસ્તોને સાથે રાખી મૂળભૂત સુવિધાના હક માટે લડી લેવાનું નક્કી કરેલ છે.

Share

Related posts

પંચમહાલ જિલ્લા તેમજ અન્ય આંતર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન ના ઘરફોડ ચોરીના 4 ગુન્હાઓમા છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપી ઝડપી પાડતી એલ.સીબી પોલીસ 

gujaratjanekta

વિદેશી દારૂ વેચતા બુટલેગરો પર ઝાલોદ પોલીસની લાલ આંખ : 78,70,203 નો વિદેશી દારૂ સાથે બે વ્યક્તિની અટકાયત કરી

gujaratjanekta

આ તારીખે મેધરાજા ગુજરાતમાં કરશે બેટિંગ : અંબાલાલની મોટી આગાહી – જાણો વધુમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial