Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારાદાહોદ જિલ્લામા ફતેપુરા તાલુકાના ડબલારા કસ્તુરબાગાંધી બાલિકા વિદ્યાલયના મેદાનમાં યોગ અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉર્જાવાન અને પ્રેરણા સ્ત્રોત ચેરમેન આદરણીય યોગ સેવક શિશપાલજી સાહેબના માર્ગદર્શન મુજબ ઝોન નંબર ત્રણ પંચમહાલના ઝોન નાં ઝોન કોડીનેટર પિન્કીબેન મેકવાન ની અધ્યક્ષતા મા ઘ્યાન અને યોગ નિંદ્રા વિશે યોગ શિબિર યોજાઇ. પિન્કીબેન ઘ્યાન અને યોગ નિંદ્રા થી થતાં ફાયદા વિશે માહિતી આપી.
જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને 45 થી વધારે ભાઇ બહેનો યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થયા. ડબલારા ગામના ગ્રામ પંચાયત સરપંચ શ્રી એમ.ડી.બારીઆ અને પંચાયત સભ્ય પોતે પણ યોગ ટ્રેનર ની તાલીમ લેવા માટે તૈયાર થયા. જ્યાં કોઇ નથી પહોચ્યું ત્યાં ખરેખર ગામડા સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પહોંચી ને લોકોનાં સ્વાસ્થ્ય અંગે માહિતી આપવા બદલ સરપંચ શ્રી એ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નો ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય નાં આચાર્ય પુષ્પાબેન , રીટાબેન , ડબલારા પ્રા.શાળા નાં આચાર્ય શ્રી કાળુભાઇ ગરાસિયા તેમજ સ્ટાફ બહેનો, વિદ્યાર્થિની બહેનો, મોટી ઢઢેલી, ડબલારા, મોટા નટવા વગેરે ગામો માથી આગેવાનો તેમજ યોગ કોચ ભાઇ બહેનો, યોગ ટ્રેનર ભાઇ બહેનો, શંકરભાઇ કટારા, સામજીભાઈ, અશ્વિનભાઈ, લાલસિંગભાઇ, બિંદુબેન, વાલુભાઈ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.. છેલ્લે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં જિલ્લા યોગ કો. ઓર્ડીનેટર ધુળાભાઈ પારગી એ કરો યોગ રહો નીરોગ્, ઘર ઘર પે હમ જાયેંગે, સબકો યોગ સિખાયેંગે, યોગમય ગુજરાત, સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ જીવન,જય જય ગરવી ગુજરાત નાં નારા સાથે 1 તારીખ થી યોગ ટ્રેનર બેન્ચ ચાલું કરવા માહિતી આપી…

Share

Related posts

હનીટ્રેપમાં ફસાવી પોલીસ કેસ માં ફસાવવાની ધમકી આપી નાણાં પડાવતી બંટી બબલી (પતિ પત્ની) ને છટકુ ગોઠવી રંગે હાથ ઝડપી પાડતી ગોધરા શહેર “એ” ડીવીઝન પોલીસ

gujaratjanekta

એક સમયે ગુજરાતના ધારાસભ્ય રહેનાર આ ઈમાનદાર દાદાની આજે હાલત જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે

gujaratjanekta

અમદાવાદમાં એક જ મહિનામાં 80 ઢોર માલિકો સામે પોલીસે કર્યા કેસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial