Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ હિન્દુ સમાજ અને સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સિંગવડમા બાળકી સાથે થયેલ ધૃણાસ્પદ બનાવના વિરોધમાં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

પંકજ પંડિત

સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળાની ધોરણ 1 મા અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા દાનત બગાડી હતી , આ આચાર્યનો બદઈરાદો પૂરો ન થતાં તે આચાર્ય એ બાળકીને શ્વાસ રુંઘાઈ તે રીતે બાળકીને પકડી મારી નાખી હતી.
શિક્ષક અને શિક્ષણ જગતને શરમાવે તેવુ જધન્ય કૃત્ય કરનાર શિક્ષક વિરુદ્ધ ચારે બાજુ વિરોધ થઈ રહેલ છે અને આવા રાક્ષસી વૃત્તિ રાખનાર આચર્યને તાત્કાલીક ફાંસીની સજા મળે તેવી માંગ ઝાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આજરોજ તારીખ 26-09-2024 ગુરુવારના રોજ બપોરે 1 વાગે ઝાલોદ નગરના હિન્દુ સમાજ તેમજ સનાતન વર્લ્ડ પરિવારના લોકો ભરત ટાવર પર ભેગા થયા હતા. ઉપસ્થિત સહુ લોકોએ બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને બાળકીની તસવીર લઈ તોરણી પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટને ફાંસી આપો, પીડિત પરિવારને ન્યાય આપો તેવા સૂત્રોચ્ચાર સાથે ભરત ટાવર થી શહિદ રાજેશ ચોક ,ડબગર વાસ ,આંબેડકર ચોક ,સરદાર પટેલ ચોક ,ઝાલા વસૈયા ચોક થી મામલતદાર ઓફિસ સુધી હાથોમાં બેનર અને સૂત્રોચ્ચાર કરતા રેલી કાઢી હતી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપતા આચર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

Share

Related posts

પાણીના ટાંકા બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટ ફોન સહાય યોજના અને પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનો લાભ મેળવવા ખેડૂતો સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકશે

gujaratjanekta

77 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે એસઆરઆઈની સુંદર કામગીરી કરનાર બીએલઓનું શાળ ઓઢાડીને સન્માન કર્યું

gujaratjanekta

મહારાષ્ટ્ર – દર મહિને ધો.12 પાસને 6,000 અને ગ્રેજ્યુએટને 10,000 આપશે સરકાર – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial