Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ મામલતદારને તોરણી પ્રા.શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ કરાઈ

પંકજ પંડિત

ભીલ પ્રદેશ યુવા મોરચા દ્વારા તાત્કાલિક પગલાં લઈ આરોપીનેફાંસી મળે તેની માંગ કરાઈઝાલોદ ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે જોડાયેલ સહુ લોકો આજ રોજ બપોરે 12:30 વાગે ઝાલા વસૈયા ચોક પર મોટા પ્રમાણમાં બાળાઓ તેમજ વિધાર્થીઓ ભેગા થઈ મામલતદાર કચેરી સુધી હાથોમાં બેનર તેમજ આરોપી ગોવિંદ નટને ફાંસી મળે તેવા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 6 વર્ષની બાળા સાથે તેના જ સ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદ નટ દ્વારા શ્રુષ્ટી વિરુદ્ધનુ કૃત્ય કરી બાળકીની હત્યા કરી હતી. જે શિક્ષકનો રોલ બાળકોને જીવવાનો અને તેના જીવનના ઘડતરમા અમૂલ્ય ફાળો હોય તે જ સ્કૂલોમાં બાળકો સુરક્ષિત ન હોય તો બાળકોને ક્યાં ભણવા મોકલવા તેમજ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેવો વેધક સવાલ દરેક બાળકીના પિતાને આજે થઈ રહેલ છે. શિક્ષણ જગતને શરમાવે તેવું કૃત્ય જો શિક્ષક કરે તો બાળકીઓ ના પિતા કોના પર ભરોસો મૂકે…ભીલ પ્રદેશ યુવા મોરચા સાથે મોટા પ્રમાણમાં અભ્યાસ કરતી બાળાઓ તેમજ આગેવાનો ભેગા થઈ મામલતદારને આવેદનપત્ર આપતા આ સમગ્ર ઘટના કલંકિત છે અને આ ઘટનાનો દરેક સમાજના લોકો આજે નિંદા કરી રહેલ છે. ભારતીય સમાજમાં આવી નિંદનીય અને કલંક રૂપ ગણાય તેવી ઘટના જે બાળકી સાથે થયેલ છે તેના ભાગ રૂપે આરોપી નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમા સમય મર્યાદામા ઝડપી કેસ ચલાવી આરોપીને ફાંસી આપવામાં આવે તેમજ આરોપીની મિલકત ટાંચમા લઈ ન્યાયનો ઐતિહાસિક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. તેમજ આરોપીને 10 થી 15 દિવસમાં જો સજા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ભીલ પ્રદેશ યુવા આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવી હતી.

Share

Related posts

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

વડોદરા શહેરમાં ઘર ખરીદવુ બન્યુ હવે સહેલુ – ઝિલિયન ગ્રુપના બિલ્ડર આપે છે આકર્ષક ઓફર – જુઓ VIDEO

gujaratjanekta

વડોદરાનો લંપટ DYSP કોણ ? : શું ગુજરાતની મહિલા પોલીસ કર્મી અસુરક્ષિત! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial