પંકજ પંડિત
લીમડી થી અંદાજીત 700 કિલોમીટર પગપાળા સંઘ પહેલી વાર ખાટું શ્યામ જવા નીકળ્યોલીમડી નગરથી માળી સમાજના સંઘ દ્વારા ખાટું શ્યામ પગપાળા જવા માટે તારીખ 18-09-2024 બુધવારના રોજ સંઘ રવાના થયો હતો આ પગપાળા જતા સંઘના સંચાલકો દ્વારા બાબા ખાટું શ્યામનો રથ એક ફોર વ્હીલરમા બનાવ્યો હતો. આ ફોર વ્હીલર ગાડીમાં બાબા શ્યામના લીલા ઘોડાને બેસાડી ખાટું શ્યામ જવા માટેની દોર સોપવામાં આવી હતી. લીમડી થી પગપાળા જતા સંઘ દ્વારા પહેલા લીમડી નગરમાં બાબા શ્યામના રથ સાથે અને ડી.જે પર શ્યામ બાબાના ભજન સાથે નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
લીમડી થી પગપાળા જતા સંઘને અંદાજીત 700 કિલોમીટરની યાત્રા પર જતા સંઘને 70 થી વધુ લોકો ઝાલોદ સુધી આવ્યા હતા આ પગપાળા સંઘનુ સ્વાગત નગરના શ્યામ પરિવાર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. નગરના વણકતલાઈ મંદિરે તમામ યાત્રામા જનાર વ્યક્તિઓ અને સાથે આવનાર લોકો માટે પ્રસાદની વ્યવસ્થા શ્યામ પરિવાર દ્વારા કરવામાં આવી હતી. લીમડી થી ખાટું શ્યામ જનાર યાત્રીઓએ નગરમાં બાબા શ્યામની આરતી કરી યાત્રા સુખદ રીતે પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ પગપાળા સંઘ ઝાલોદ નગરથી નીકળ્યો હતો અંદાજીત 25 જેટલા લીમડાના યુવાઓ બાબા શ્યામના પગપાળા જતી યાત્રામાં જોડાયા હતા. છેલ્લે શ્યામ પરિવાર ઝાલોદ દ્વારા સહુની યાત્રા સુખદ અને મંગલમય રહે તેવી શુભેચ્છાઓ યાત્રિકોને પાઠવી હતી.

