Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

શિક્ષક દિન નિમિત્તે અમન ડે સ્કુલ ગોધરા ખાતે શિક્ષકોનું બહુમાન કરવામા આવ્યુ

 ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી ના દિવસે દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગોધરા ખાતે આવેલ અમન ડે સ્કુલમાં પંચમહાલ જીલ્લા એસ.પી હિમાંશુ સોલકી અને ગોધરા બી ડીવીઝનના પી.આઈ ચૌધરી દ્વારા શાળાના આચાર્ય રોશનીબેન ભાવસાર, કોમર્સના એચ.ઓ.ડી હિતેશભાઈ, માધ્યમિકના એચ.ઓ.ડી આશવાની, સુપરવાઇઝર દીપિકાબેન મહેતા તેમજ શાળાના શિક્ષકોને બુકે તથા શાલ ઓઢાડીને શિક્ષક દિન નિમિત્તે સન્માનિત કરવામાં આવ્યા.

આ પ્રસંગે  શાળાના સંચાલક જાની બંધુઓ પણ હાજર રહ્યા હતા. આજના દિવસે એસ.પી. હિમાંશુ સોલંકી દ્રારા શિક્ષકોને આવનારી નવી પેઢીને સારું ઘડતર આપી સમાજમાં ઉપયોગી થાય તેવું વ્યક્તિત્વ ઘડવા આહ્વાન કરવામાં આવ્યું. જીલ્લા ના વડાએ પંચમહાલ ના શિક્ષકોને પણ શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.

Share

Related posts

ઝાલોદ અને ગુરુ ગોવિંદ લીમડી તાલુકાની સસ્તા અનાજના સંચાલકો દ્વારા પડતર માંગણીઓ ને લઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું

gujaratjanekta

“આઈ ડબ્લ્યુ સી માધાપર લોટસ ટીમ તરફથી વર્લ્ડ મેન્સિયસ હાયજીન ડે 28 મેના ઓરેલા ઇન્ડસ્ટ્રીઝના સંયોગથી ઉજવાયો”

gujaratjanekta

“માંડવી દરિયા કિનારે છરી લઈ ફરતા યુવકને પોલિસની શી ટીમે ઝડપી પાડયો”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial