Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સ્વર્ણિમ સર્કલ પર પાણીના નિકાલ માટે દુકાનદારોની દુકાનોના ઓટલા તોડતા વ્યાપારીઓ મા રોષ

પંકજ પંડિત

  • ગટર લાઈન મોટી હોવાથી ત્રણ દિવસથી વ્યાપાર રોજગાર વગર વ્યાપારીઓઝાલોદ નગરમાં ચોમાસાની ઋતુ જામેલ છે જેથી અહીંયાં હાલ વરસાદ અવિરતપણે પડી રહેલ છે. ગીતામંદિર વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઈ પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા કોળિવાડા વિસ્તારમાં જતા કોર્નર પર દુકાનો આવેલ છે ત્યાંની ગટર તોડી પાડી હતી અને આ ગટર લાઈનના ઉપર જે ઓટલા આવેલ છે તે પણ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવેલ હતા.આ ગટર લાઈન ચોડી અને મોટી હોવાથી વ્યાપારી જો ઓટલા ન બનાવે તો ત્યાં વ્યાપાર કરવો સંભવ નથી જેથી હાલ અહીંના દુકાનદારો જલ્દી આ લાઈનનું કામ કરે તેવી માંગ કરવામાં આવેલ છે. અહીં રહેતા દુકાનદારોનુ કહેવુ છે કે પાલિકા દ્વારા પ્રિ.મોન્સૂનની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને જે કામગીરી કરવામાં આવેલ છે તેમાં વેઠ ઉતારેલ છે તેથી અહીંયાં પાણી ભરાઈ જવાની સમસ્યા બનેલ છે. પાલિકા દ્વારા કરવામાં આવેલ યોગ્ય કામગીરીના અભાવે હાલ વ્યાપારીઓને ભોગવવાનું આવી રહેલ છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે સરકાર દ્વારા મુકવામાં આવેલ પાલિકાના એન્જિનિયરનુ કઈ ઉપજતુ નથી તેથી બીજાં એન્જિનિયર પોતાના મળતીયાઓને સાથે રાખી મનમાની ચલાવે છે હવે આ વિષય નગરમાં ચર્ચાનો વિષય બનેલ છે જે તપાસનો વિષય છે કે ખરેખર સાચું શું છે.હાલ તો સ્વર્ણિમ સર્કલના વ્યાપારી જે છેલ્લા ત્રણ દિવસથી વ્યાપાર વગર છે તેઓ પાલિકા પાસે આ કામગીરી જલ્દી થાય તેવી માંગ કરી રહેલ છે.
Share

Related posts

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

gujaratjanekta

વિરપુર તાલુકાના ગંધારી ગામ નજીકની સુજલામ સુફલામ્ કેનાલમાંથી પુરૂષનો મૃતદેહ મળ્યો : પોલીસે તપાસ હાથ ધરી

gujaratjanekta

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ગર્ભગૃહમાં થયેલ આભૂષણોની ચકચારી ચોરીનો ભેદ ઉકેલીને એક આરોપીને પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાના આભૂષણોનો સંપૂર્ણ મુદ્દામાલ રીકવર કરતી પંચમહાલ એલ.સી.બી. પોલીસ!!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial