Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી મકવાણા દ્વારા જિલ્લા ની તમામ ગેસ એજન્સી ના ડિસ્ટ્રીબ્યુટરો બેઠક યોજવામાં આવી!!

રિપોર્ટર:-અબ્દુલ્લાહ પંજાબી ગોધરા 

અહેવાલ:-બાશીદ બોકડા 

    આજરોજ તારીખ. 23/08/2024 ના રોજ પંચમહાલ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓના ડિસ્ટ્રીબ્યુટરો સાથે બેઠક કરવામાં આવી જેમાં(1) ગેસ કનેક્શન ધારકોને સમયસર ગેસનો બોટલ મળે (2) હોમ ડિલીવરી સુનિશ્ચિત કરવી જો હોમ ડિલીવરી ના કરે તો રીબેટની રકમ ગેસ ધારકોને પરત આપવી . (3) ઉજ્જવલા યોજના અંતર્ગત રાજય સરકાર Extended LPG યોજના હેઠળ – વર્ષમાં બે બોટલ ફ્રીમાં આપવાના હોય છે જે અંતર્ગત – સપ્ટેમ્બર-2024 થી નવેમ્બર-2024 એમ ત્રણ માસમાં પંચમહાલ જિલ્લામાં 100 % લાભાર્થીઓ લાભ લે તે અંગે પ્રચાર-પ્રસાર કરવા સુચના આપી. (4) સરકાર દ્વારા ઉજવલા યોજના અંતર્ગત કનેક્શન તદ્દન ફ્રીમા આપવામાં આવે છે જેમાં પ્રથમ ભરેલો ગેસનો બોટલો , રેગ્યુલેટર, હોઝ-પાઇપ અને સગડો વગેરે કીટ તદ્દન ફ્રીમા આપવામાં આવે છે તે સુનિશ્ચિત કરવું.(5) કોઈપણ સંજોગોમાં ડોમેસ્ટીક LPG ગેસ બોટલાનું કોમર્શિયલ તરીકે વપરાશ ન થાય તે સુનિશ્ચિત કરવું વગેરે સૂચનાઓ આપવામાં આવી. (6)LPG-Control Order – 2000 ની જોગવાઈઓ, ગેસ-સીલીન્ડર રુલ્સ – 2016 અને એક્સપ્લોઝીવ એક્ટ- 1884 ની જોગવાઇ અંગે ચર્ચા કરી સુચારૂ અમલ કરવા સૂચના આપી .

Share

Related posts

રાજ્યમાં વધુ એક પોન્ઝી સ્કીમનો થયો પર્દાફાશ

gujaratjanekta

‘કોંગ્રેસના શાસનમાં આપણા સૈનિકોના માથા કાપવામાં આવતા હતા’, અમિત શાહે કહ્યું- પીએમ મોદીએ દેશને સુરક્ષિત બનાવ્યો

Admin

“માંડવી તાલુકાના વિકાસના કામોનું પ્રારંભ ધારાસભ્યના હસ્તે કરાયું સાથે જ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા”

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial