Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં બનેલ દુખદ ઘટના અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો

પંકજ પંડિત

  • મોટા પ્રમાણમાં નગરના ડોક્ટર, મેડિકલ સ્ટોર્સ અને લેબોરેટરી સંચાલકો જોડાયાઆજ રોજ તારીખ 17-08-2024 ના રોજ ઝાલોદ ડોક્ટરર્સ એસોસિએશન, મેડિકલ તેમજ પેરા મેડિકલ સભ્યો દ્વારા કલકત્તામાં ડોક્ટર યુવતી સાથે થયેલ દુ:ખદ ઘટનાને વખોડી હતી. તેમજ મહિલા તબીબ સાથે થયેલ દુરાચારને કારણે ડોક્ટરર્સ પરિવાર સાથે જોડાયેલ તમામ લોકો સ્તબ્ધ છે. જ્યારે દેશમાં બીમારીને લગતી કોઈ પણ ઇમરજન્સી હોય તો દરેક ડોક્ટર પોતાની પ્રાથમિક ફરજ સમજી દેશ સેવામાં સદાય તૈયાર હોય છે. મહિલા તબીબ સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવેલ છે તેને લઈ ડોક્ટર્સ સેવા સાથે સંકળાયેલ તમામ લોકો પોતાને અસુરક્ષિત સમજી રહેલ છે. જે તબીબ ગમે તેવી વિકટ પરિસ્થિતિમા પોતાનું વિચાર્યા વગર પહેલા દર્દીઓનુ વિચારે છે તેવામાં આજે ડોક્ટર સુરક્ષિત ન હોય તો શું કરવું.
    આ હિંસાના કૃત્યને લઈ તમામ તબીબોની સલામતી અને સુરક્ષા માટે સરકાર ગંભીર પગલા લે તેમજ આ ગંભીર દુખદાયી ઘટનાને લઈ તમામ ડોક્ટરર્સ, ફાર્મસીસ્ટ, પેરા મેડિકલ સાથે જોડાયેલ તમામ લોકો ભારત દેશના તમામ તબીબો એક સાથે મળી પ્રદર્શન કરી રહેલ છે તેમજ આ પ્રદર્શન કરવાનો મુખ્ય આશય હવે કોઈ બીજી આવી દુખદાયી ઘટના બીજા કોઈ સાથે ન સર્જાય અને દરેક ડોક્ટરની સલામતી, સુરક્ષા વ્યવસ્થા જળવાય અને સરકાર આ બાબત ગંભીર રીતે લઈ આવા અમાનવીય કૃત્ય કરનારા લોકો પર કાયદેસરની કાર્યવાહી કરે અને કડકમાં કડક સજા આપે તેવી માંગ કરવામાં આવેલ છે.
Share

Related posts

ઝાલોદ પોલીસે ઘાવડીયા ચેક પોસ્ટ પર રાજસ્થાન તરફ થી આવતી ટ્રક માંથી 29,97,3 84નો વિદેશી દારૂ ઝડપી પાડયો એક વ્યક્તિ ઝડપાયો, એક ફરારકોલસાની આડમાં વિદેશી દારૂ લઈ જતા ટ્રકને ઝડપી પાડયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

એક સમયે ગુજરાતના ધારાસભ્ય રહેનાર આ ઈમાનદાર દાદાની આજે હાલત જોઈને તમારું કાળજું પણ કંપી ઉઠશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial