રિપોર્ટર :-અબ્દુલ્લાહ પંજાબી
અહેવાલ:-બાશીદ બોકડા

આઝાદી ના 77 વર્ષ પુરા થવાના ભાગરૂપે અનેક જગ્યા એ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજ રોજ ગોધરા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા માં પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ,રાજ્યસભા સાંસદ ડો.જશવંત પરમાર ગોધરા ધારાસભ્ય સી.કે રાઉલજી પંચમહાલ ગોધરા રેન્જ ના આઈ જી આર.વી.અસારી જિલ્લા કલેક્ટર આશિષકુમાર તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી તેમજ વહીવટી તંત્ર ના અધિકારીઓ અને ગોધરા નગરપાલિકા ના અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ અનેક સમાજ ના લોકો આ તિરંગા યાત્રા માં જોડાયા હતા.અને સમગ્ર ગોધરામાં દેશ ભક્તિ નો માહોલ છવાયો હતો.

