Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતમાં યોજાઈ

મહીસાગર જિલ્લા કક્ષાની એક પેડ માં કે નામ અભિયાનની સાથે ૭૫માં વન મહોત્સવની ઉજવણી કે એમ દોશી હાઇસ્કુલ, બાકોર- પાંડરવાડા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાઈ.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે “એક પેડ માઁ કે નામ” અભિયાન શરૂ કરાવ્યું છે, તે અંતર્ગત દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનો આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને ઝીલીને ગુજરાતે ૭૫મા વન મહોત્સવ અન્વયે “એક પેડ માઁ કે નામ” અભિયાનને વેગવાન બનાવ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે ત્યારે પર્યાવરણ જતન અને સંવર્ધનની પૌરાણિક સંસ્કૃતિને ઉજાગર કરતો આ ૭૫મો વન મહોત્સવ અમૃત વન મહોત્સવ બનશે.દરેક બાળકે પોતાના ઘરે એક વૃક્ષનુ વાવેતર કરી તેનું જતન કરવું ખૂબ જરૂરી છે.તેમણે જણાવ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધી વિસ્તારમાં થતાં ટીમરૂના પાનથી ૯૨ હજાર પૂરક રોજગારી મળે છે.

૧૫મી ઓગસ્ટ આવી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પ્રમાણે “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત દરેક નાગરિકને પોતાના ઘર પર તિરંગો લહેરાવવાનું આહવાન પણ શિક્ષણમંત્રીશ્રી કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બાબુભાઇ પટેલએ વૃક્ષનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,આજના સમયમાં તાપમાનનું પ્રમાણ ખૂબ ઊચું જઈ રહ્યું છે તેનું મુખ્ય કારણ વૃક્ષોનો અભાવ છે માટે પર્યાવરણનુ જતન અને રક્ષણ માટે વૃક્ષોનો ઉછેર કરવો ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિએ એક વૃક્ષ માં કે નામ અભિયાન અંતર્ગત જોડાઈ એક વૃક્ષનું વાવેતર અને જતન કરવા આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે પંચમહાલ સાંસદશ્રી રાજપાલસિંહ જાદવએ જણાવ્યું હતું કે, દર વર્ષે યોજાતા વન મહોત્સવના માધ્યમથી લોકોને વૃક્ષોના મહત્વ અંગેનો સંદેશો આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે પ્રધાનમંત્રીશ્રીના હરિત ક્રાંતિના સંકલ્પને સાર્થક કરવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દરેક લોકો પરિવારમાં જન્મદિવસ જેવા પ્રસંગ નિમિત્તે એક વૃક્ષ વાવીને પર્યાવરણ બચાવવાના આ અભિયાનમાં સરકાર સાથે સહભાગી બને તો આ અભિયાનને વધુ સાર્થક કરી શકાય.

આ કાર્યક્રમમાં મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ઉત્કૃષ્ટ નર્સરી ઉછેરની કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા તેમજ વનીકરણ માટે સહકાર આપી સહભાગી થવા બદલ પ્રશસ્તિપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી એન. વી ચૌધરી એ સ્વાગત પ્રવચન કર્યું હતું અને સામાજીક વનીકરણ વિભાગ, ગોધરા નાયબ વન સંરક્ષકશ્રી એમ ડી જાની દ્વારા આભારવિધિ કરાઈ.

આ પ્રસંગે જિલ્લા લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ,જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારી, ગોધરા વન વિભાગ નાયબ વન સરક્ષકશ્રી એમ એલ મીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ, પોલીસ અધિક્ષકશ્રી જયદીપસિંહ જાડેજા,નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રમીલાબેન ડામોર, પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઇ માલીવાડ, જિગ્નેશભાઈ સેવક,પ્રાયોજના વહીવટદારશ્રી યુવરાજ સિદ્ધાર્થ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને મંત્રીમંડળમાં મળ્યું સ્થાન

gujaratjanekta

ગાંધી નિર્વાણ દિને ગુજરાત વિદ્યાપીઠથી કોચરબ આશ્રમ સુધી પદયાત્રા યોજાઈ

gujaratjanekta

વિશ્વ ક્ષય દિવસના ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ થકી ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉજવણી કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial