Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

.બ્યુરો ચીફ કેતન ભટ્ટ

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32 32 એફ વન રીજીયન ચાર અને ઝોન બે માં લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટી અને એબિલિટી ક્લબ નો શપથવિધિ સમારોહ તારીખ 10 ઓગસ્ટ 2024 ના રોજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ કોન્ફરન્સ હોલ ખાતે સાંજે સાત કલાકે આયોજિત થયો
શપથવિધિના પુરોહિત તરીકે પાસ્ટ મલ્ટીપલ કાઉન્સિલ ચેરમેન એમ જે એફ લાયન જે પી ત્રિવેદી દ્વારા કલબ ના વિવિધ હોદ્દેદારોને શપથ લેવડાવ્યા હતા રીજીયન ચેરમેન લા હેમંત વર્મા અને ઝોન ચેરમેન લા રાજેશકુમાર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા ગત વર્ષના પ્રમુખ લા તુલસીબેન શાહ મહાનુભાવો તથા લાયન્સ પરિવારના સૌ સભ્યોને આવકાર્ય હતા દાહોદ સીટી ના મંત્રી લા કમલેશ લીમ્બાચીયા એ શપથ લીધા ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી ના પ્રમુખ તરીકે પાંચમી વાર લા સેફીભાઈ પીટોલવાલા શપથ ગ્રહણ કર્યા હતા તથા લાયન્સ ક્લબ ઓફ એબિલિટી ના પ્રમુખ તરીકે લા સુરેશ ભૂરા એ શપથ લીધા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફી કાપડિયા દ્વારા કરવામાં ગોધરા થી લા શૈલેષભાઈ શેઠ લા સત્યેન્દ્રભાઈ સોલંકી ,લા અનિલ અગ્રવાલ તથા અન્ય ક્લબના સભ્યો તથા લાયન પરિવારના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Share

Related posts

માહેશ્વરી સખી મહિલા મંડળ દાહોદ દ્વારા રાધે ગાર્ડનમાં માહેશ્વરી અને પાલીવાલ મહિલા સમાજ દ્વારા ફૂલબાતી ગણગોર ની ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ દાહોદ જિલ્લામા મહિલા મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે સ્વીપ હેઠળ આંગણવાડીમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

વધુ વરસાદ પડવાથી પાણી પાનમ નદીમાં છોડતા ડોકવા ખાતે આવેલ મહાદેવના મંદિરના પાયાની દીવાલ ધરાસાઈ થઈ!?

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial