Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા ધારાસભ્ય રમેશભાઈ કટારા વાતાવરણ શુદ્ધિ માટે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વફતેપુરા વિધાનસભા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા તેમની કચેરીના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.વડાપ્રધાનશ્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ માં કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથોસાથ, વાતાવરણ શુદ્ધિ માટે પ્રાણવાયુ-ઓક્સિજન અને વધુ વરસાદ લાવવામાં વૃક્ષોનું મહત્વનું પ્રદાન રહેલું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણા રોજિંદા જીવનમાં પણ પર્યાવરણ પ્રિય જીવનશૈલી અપનાવવા ‘મિશન લાઈફ’ની પ્રેરણા આપી છે.ધારાસભ્ય રમેશભાઈ કટારા એ પણ વડાપ્રધાનના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં પોતાના સ્ટાફ સાથે જોડાયા હતા.અને ઓફીસ ના સ્થાને વૃક્ષારોપણ થકી વિસ્તારના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દરેક અભિયાનમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, તેમ ‘એક પેડ માં કે નામ’ અભિયાનને પણ સૌ ગુજરાતીઓ વ્યાપક પ્રતિસાદ આપીને સફળ બનાવશે અને અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Share

Related posts

ગોધરા શહેરનુ રામસાગર તળાવ ઓવર ફ્લો થતા આજુબાજુ ના દુકાનદારોને પડતી મુશ્કેલીઓ, ભૂરાવાવ વિસ્તાર જળબંબાકાર : ચીફ ઓફિસરનો હવામાં ઉડતો જવાબ

gujaratjanekta

યુગોથી રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો દ્વારા સમુહ યજ્ઞોપવિત જનોઈ બદલવાની ચાલતી પરંપરા : જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલનુ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનુ 55.76% અને સામાન્ય પ્રવાહનું 90.19% પરિણામ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial