Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

સરસ્વતી સાધના યોજના હેઠળ ૧ લાખ ૭૦ હજાર સાયકલની ખરીદીમાં ૧૦ કરોડનો ભ્રષ્ટાચાર !!?

પ્રાપ્ય માહિતી પ્રમાણે વિધાનસભા ખાતે પત્રકાર પરિષદમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચારે તરફ ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર બની ગયો છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભ્રષ્ટાચાર કરવામાં કોઈને શરમ નથી રહી, કોઈને સરકારનો ડર પણ નથી રહ્યો, તમામ નીતિ નિયમો નેવે મુકી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. એનું કારણ છે કે તમામ ભ્રષ્ટાચારોમાં રાજ્ય સરકારમાં બેઠેલા મોટા નેતાઓની સામેલગીરી છે. એમના ઈશારે, એમના આશીર્વાદથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

        ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓ દુરદુરથી અભ્યાસ કરવા માટે સ્કુલે જાય છે એમાં ધોરણ ૯ ની દીકરીઓને સાયકલ આપવાની સરસ્વતી સાધના યોજના છે. આ યોજના અંગે થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આખું કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું અને ૧૦ કરોડ કરતા વધારે રકમનો ભ્રષ્ટાચાર થયો એની વિગતવાર વિગતો આપવામાં આવી હતી. ૧ લાખ ૭૦ હજાર સાયકલો ખરીદવા માટે સરકાર ટેન્ડર બહાર પાડે છે, એ ટેન્ડરમાં માનીતી કંપનીઓને ઓર્ડર આપવા માટે કંપનીઓને ફાયદો કરાવવા માટે સાયકલના સ્પેસીફીકેશન અને ટેન્ડરની શરતો બદલવામાં આવે છે, ચોક્કસ કંપનીને ઓર્ડર મળે એવી રીતે આખું નેટવર્ક ગોઠવવામાં આવે છે. તમામ અભિપ્રાયો અને નીચેના અધિકારીઓના વાંધાઓને ઓવર રૂલ કરીને કોન્ટ્રાકટ આપવામાં આવે છે. એના વર્ક ઓર્ડર અપાય છે. અને એ કંપની દ્વારા IAS સ્ટાન્ડર્ડ કરતા હલકી કક્ષાની સ્પેસીફીકેશન કરતા ઉતરતી કક્ષાની સાયકલો સપ્લાય કરવામાં આવી એ સાયકલોને રાજ્યની EQDC લેબ દ્વારા ચકાસણી કરવામાં આવે છે તે ચકાસણીના સ્પેસીફીકેશન હતા એ રીપોર્ટમાં જવાબ આવે છે કે સાયકલની મજબૂતી માટેના IAS સ્ટાન્ડર્ડ મુજબ સાયકલની ફ્રેમ હોય એમાં બિલકુલ મળતા નથી એટલે કોઈપણ રીતે સાયકલ ટેન્ડરની શરતો મુજબ સ્વીકારી શકાતી નથી એવો લેબનો રીપોર્ટ આવ્યો. લેબના એ રીપોર્ટને આધારે એ સાયકલો આજે પણ અલગ અલગ જિલ્લાઓમાં ખુલેઆમ વરસાદમાં પલળી રહી છે, કાટ ખાઈ રહીં છે પણ દીકરીઓ સુધી પહોંચી નથી !!

 

Share

Related posts

રોકાણ / આ બચત યોજનામાં મળી રહ્યું છે એફડી કરતા વધુ રિટર્ન, ટેક્સ પર પણ મળશે છૂટ

gujaratjanekta

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

gujaratjanekta

ઝાલોદ નગરના ભરત ટાવર થી નગરપાલિકા વિસ્તાર સુધી રોડનું નવીનીકરણ કરણ થતાં સ્થાનિક રહેવાસીઓનો વિરોધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial