Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત નિશ્ચય પોષણ કીટનું વિતરણ

પંકજ પંડિત

ઝાલોદ તાલુકામાંજેતપુર ગ્રામ પંચાયત દ્વારા 8 ટીબી દર્દીઓને પોષણ કીટ આપી આરોગ્ય જાગૃતિનો સંદેશદાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “ટીબી મુક્ત ભારત અભિયાન” અંતે જેતપુર ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી મીનાબેન ડામોરના હસ્તે ટીબી દર્દીઓને નિશ્ચય પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ટીબી રોગ, તેની સારવાર, નિયમિત દવાઓના મહત્વ તેમજ પોષણની જરૂરિયાત અંગે વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રી, જિલ્લા ક્ષય અધિકારી સાહેબશ્રી તથા તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ PHC કળજી (સરસવાણી)ના મેડિકલ ઓફિસરશ્રી અને જેતપુર ગ્રામ પંચાયતના સહયોગથી કુલ 8 ટીબી દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કળજી–સરસવાણી PHCના મેડિકલ ઓફિસર, જેતપુર–1 AAMના CHO તથા MPHW દ્વારા પણ દર્દીઓને કીટ વિતરણ કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.ટીબી મુક્ત ભારત અભિયાન ભારત સરકાર દ્વારા માર્ચ 2018માં શરૂ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત વર્ષ 2025 સુધીમાં દેશમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો સંપૂર્ણ નાશ કરવાનો હેતુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના લક્ષ્ય વર્ષ 2030ની તુલનામાં ભારતે પાંચ વર્ષ વહેલા ટીબી મુક્ત બનવાનો સંકલ્પ લીધો છે.આ કાર્યક્રમમાં જેતપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રી મીનાબેન ડામોર, PHC કળજી–સરસવાણીના મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યાંગી ડિંડોર, RBSK મેડિકલ ઓફિસર સંદીપભાઈ પારગી, જેતપુર–1 AAMના CHO અમિતભાઈ પરમાર, IMPACT INDIAની PSMRI ટીમ, KHPTના સહયોગથી પિરામલ સ્વાસ્થ્ય સંસ્થાની સેજલબેન રોઝ, MPHW ચીરાગભાઈ હઠીલા તેમજ આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા.કાર્યક્રમ અંતે “ટીબી હરેગા, દેશ જીતેગા”નો સંદેશ આપીને સમાજના દરેક વર્ગને ટીબી સામે જાગૃત થવા અને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.

Share

Related posts

બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો

gujaratjanekta

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ૨૬ જુન international Day Against Drug Abuse And Illicit Trafficking નિમિતે નાર્કોટીક્સ ડ્રગ્સ અંગે લોકો મા જન જાગૃતિ લાવવાના ઉદ્દેશ થી ગોધરા શહેરમાં બાઈક રેલી કાઢવામાં આવી!!

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના રેઢાણા તળાવ આંગણવાડી કેન્દ્ર ખાતે સી. ડી. પી. ઓ.શ્રી દ્વારા અગ્નિશામક યંત્રના ઉપયોગ અંગેની માહિતી અપાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial