Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

મહીસાગર જીલ્લાના ગામમાં લાખોનો ભ્રષ્ટાચાર આચરનાર કર્મચારીઓ અને સરપંચ ઉપર લટકતી તલવારથી રાતની ઉંઘ થઈ હરામ !! – જાણો વધુ

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

મહીસાગર જીલ્લાના કડાણા તાલુકાના દધાલીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સરકાર દ્વારા બનાવવામાં આવતા શૌચાલયમાં ગેરરીતિ આચરી લાભાર્થીઓના નામના રૂપિયા તાલુકા પંચાયતના કર્મચારીઓ સાથે સાંઠગાંઠ રાખી બારોબાર ઉપાડી કૌભાંડ આચરતાં ગામ લોકો દ્વારા અનેક રજુઆતો થવા પામી હતી. આ બાબતને લઈ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દધાલીયા ગ્રામપંચાયત વિસ્તારમાં સરકારની રુપિયા 12000 ની સહાય વાળા શૈાચાલય નાં કામો માં આચરાયેલા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ છુપાવવા સરપંચ અને તેના મળતીયાઓ ભેગા મળી રાતોરાત શૌચાલયો ઊભા કરવામાં આવતા અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.

ભારત સરકાર દ્વારા ઘરે ઘરે શૌચાલય બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તેમાં કડાણા તાલુકાના દધાલિયા પંચાયત માં તાલુકા પંચાયત સ્વચ્છ ભારત મિશન ના કર્મચારીઓ અને સરપંચની મિલીભગતથી 40 જેટલા શૌચાલય બનાવ્યા વગર બરોબર રૂપિયા ઉપાડી સરકારી નાણાં સગેવગે કર્યા હતાં. જે બાબતે રજુઆતો થતાં આ શૌચાલય કૌભાંડ શરુ થાય એ પેહલા લાભાર્થીઓના ઘર આંગણે રેતી, ઈંટોના ઢગલા નાખી એક રાતમાં શૌચાલયો ના ખોખા ઊભા કરવામા આવતા લાભાર્થીઓમાં પણ નારાજગી જોવા મળી હતી. લાભાર્થીઓએ આવા માપદંડ અને ગુણવત્તા વગરની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તાલુકા મા આવેલ ઠાકોરના નાધરા ગામે સરપંચ અને તેના મળતિયા દ્રારા રેતી, સિમેન્ટનો માલ બનાવી માત્ર ઈંટોની દીવાલ ઊભી કરી શૌચાલય બનાવવાનુ શરુ કરતા તાલુકામાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે તે બાબતે અનેક અટકળો ઉભી થવા પામી છે ત્યારે શૌચાલય કૌભાંડમાં સરપંચ સાથે રહી ભ્રષ્ટાચાર આચરનાર તાલુકા પંચાયત કડાણા ના કર્મચારીઓ ઉપર આ લટકતી તલવારથી તેમની રાતની ઉંઘ પણ હરામ થવા પામી છે. આ રાતોરાત ઉભા કરાતા શૌચાલયોની કામગીરી પ્લાન એસ્ટીમેન્ટ મુજબ નહીં હોવાથી લોકો દિવા તળે અંધારુ કહી રહ્યા છે. દધાલીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં વર્ષ 2021થી આજદીન સુધી ગામમાં કેટલાં લાભાર્થી નાં શૌચાલય મંજૂર કર્યા અને તે બન્યા છે કે કેમ ? તેની તપાસ કરવામાં આવે તો મસમોટુ કૌભાંડ બહાર આવી શકે તેમ છે!!
કડાણા તાલુકાના દધાલીયા ગ્રામપંચાયત માં વિકાસ નાં કામો માં ભારોભાર ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સરપંચ અને અન્યો ની મીલીભગતથી કરાયેલ હોઈ તેની તપાસ નિષ્પક્ષ અને તટસ્થ રીતે કરાય તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે!!

Share

Related posts

દાહોદ રાધે ગાર્ડન પાર્ટી પ્લોટમાં (ABMMS)અખિલ ભારતીય મારવાડી મહિલા સમાજનું સંમેલન યોજાયું

gujaratjanekta

GSSSB Call Letter Download : GSSSB ની વિવિધ 5554 જગ્યાઓ માટે પરીક્ષા કાર્યક્રમ જાહેર – આ તારીખેથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો

gujaratjanekta

સ્ટેમ્પ ડ્યુટીને લઈને રાજ્ય સરકારનો મોટો નિર્ણય : જાણો વધુમાં

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial