Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક માંડલેશ્વર મહાદેવ મંદિરે યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજની કાર્યકારિણી બેઠક તારીખ 21-07-2024 રવિવારના રોજ સાંજે 6 કલાકે માંડલેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતી. આ બેઠક ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજના પ્રમુખ વિજય સનાડ્યના અધ્યક્ષ સ્થાને કરવામા આવી હતી, જેમાં મહામંત્રી પંકજ પંડિત, ખજાનચી વિજય શર્મા તેમજ સીમાવર્તી બ્રહ્મ સમાજના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.
મીટિંગની શરૂઆત મંત્રોચ્ચાર કરી ચાલુ કરવામાં આવેલ હતી. મીટિંગમાં સમાજના સંગઠને મજબૂત બનાવવા જિલ્લા , રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ સમાજ સાથે આગળ વધી એક બીજાને મદદરૂપ થઈએ તથા સમાજને વધુ મજબૂત બનાવવા પારિવારીક ટુરનુ આયોજન કરવું, રક્ષાબંધનના પવિત્ર દિવસે સામૂહિક જનોઈ સંસ્કાર ધાર્મિક વિધિ અનુસાર તેમજ જનોઈ મેળવવા જેવા આગામી કાર્યક્રમોની ચર્ચા કરાઇ હતી તેમજ સમાજની કામગીરીને વધુ મજબૂત કરવા નવા સભ્યો કોપ્ટ કરવામાં આવ્યા હતા અને સમગ્ર વર્ષ દરમિયાન સમાજ દ્વારા કરવામાં આવનાર કાર્યની રૂપરેખા તૈયાર કરવામા આવી હતી. મીટીંગમાં થયેલ દરેક ચર્ચા અને કામગીરીને ઉપસ્થિત દરેક કાર્યકારિણી મેમ્બરોએ સમર્થન આપ્યું હતું અને મીટીંગને પૂર્ણ કરવામાં આવી હતી. છેલ્લે માંડલેશ્વર મહાદેવ મંદિરે દરેક ભૂદેવોએ આરતી કરી મહાપ્રસાદ સાથે લીધો હતો.

Share

Related posts

વડોદરા – મૃત માણસ થયો ફરીથી જીવીત !

gujaratjanekta

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ LCB પોલીસે પાંચ જેટલા બુટલેગરોને પાછા હેઠળ અટકાયત કરી જિલ્લા બહારની જેલોમાં મોકલ્યા…

gujaratjanekta

286 દિવસ પછી સુનિતા વિલિયમ્સ સ્માઇલ સાથે પૃથ્વી પર પાછા ફર્યા : જુઓ તે ક્ષણનો Video

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial