Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

સંકલન બેઠકમાં પ્રજાની સમસ્યાઓને સમય મર્યાદામાં નિવારવા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા તાકીદ કરાઈ

વીજળી, પાણી, સિંચાઈ, રસ્તા અને ટ્રાફિકની સમસ્યા તેમજ વરસાદી પાણીના નિકાલ વગેરે મુદાઓ અંગે સમીક્ષા કરાઈદાહોદ:- જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયા,ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ ભાભોર સહિતના પદાધિકારીઓ દ્વારા વીજળી, પાણી, સિંચાઈ, જિલ્લામાં ટ્રાફિકની સમસ્યા નિવારવા, નેશનલ હાઇવે પરના ખાડા સહિત વરસાદી પાણીના નિકાલ, બાબતે અંગેના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રશ્નો અંગે જરૂરી સમીક્ષા કરી જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે દ્વારા સંબંધિત વિભાગોને સમય મર્યાદામાં યોગ્ય કાર્યવાહી કરવા તેમજ પ્રજાને પડતી સમસ્યાઓને પણ તાત્કાલિક ધોરણે નિવારવા સૂચના આપવામાં આવી હતી.વધુમાં કલેકટર શ્રી યોગેશ નિરગુડેએ ચાંદીપૂરા વાઇરસ અંગે જણાવ્યું હતું કે, આ રોગ અટકાયત ઝુંબેશના ભાગરૂપે આરોગ્ય કાર્યકરો દ્વારા જિલ્લાના દરેક તાલુકાના ગામોમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આવા કોઈ પણ ચિન્હો ધરાવતા દર્દીઓ જોવા મળે તો તેમને તાત્કાલિક જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રિફર કરવા ગામના આશા બહેન, આંગણવાડી કાર્યકર, આરોગ્ય કર્મચારી તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને જણાવવામાં આવેલ છે. સેન્ડ ફ્લાય વેક્ટરથી થતો આ રોગ સામાન્ય રીતે ૦ થી ૧૪ વર્ષના બાળકોને વધુ અસર કરે છે, તો બાળકોમાં કોઈપણ પ્રકારના તાવ, ઉબકા- ઉલટી, ખેંચ આવવી, નબળાઈ આવવી કે અર્ધભાન કે બેભાન થવાના લક્ષણો જણાય તો તાત્કાલિક હોસ્પિટલે પહોંચવા કલેકટર શ્રી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,જિલ્લા પોલીસ વડા શ્રી ડો રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા, નિવાસી અધિક કલેકટર શ્રી જે.એમ. રાવલ,જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક શ્રી બી.એમ.પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી મીતેશ વસાવા, નાયબ વન સરંક્ષક શ્રી અમિત નાયક, તમામ પ્રાંત અધિકારી શ્રીઓ ,સહિત જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

આણંદ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં 38,603 મતદારો પ્રથમ વખત કરશે મતદાન

Admin

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ઝાલોદમાં મ્યુઝિકલ મોર્નિંગનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

લીમડીથી પેથાપુર ચાકલીયા ટુ થાંદલા જતો માર્ગ NH 147D કિલોમીટર મુજબ 80 થી 100 જેટલા થીંગડા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial