Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આજ ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે લીમડીમાં આવેલ જીવન જ્યોત વિદ્યાલય લીમડી તેમજ શ્રીમતી આરએમ દેવડા માધ્યમિક સ્કૂલના પટાંગણમાં ગુરુપૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

પંકજ પંડિત

આ પ્રસંગે શાળાના આચાર્ય કુલદીપભાઈ મોરી, ઈશ્વરભાઈ પટેલ શૈલેષભાઈ ભાભોર, રીટાબેન પાટીલ તથા શાળામાં શિક્ષણ કાર્ય કરાવતા અને ગુરુ સમાન એવા તમામ શિક્ષક મિત્રો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના માધ્યમિક વિભાગના શિક્ષકો દ્વારા કરવામાંઆવ્યું હતું. જેમાં વિદ્યાના મંદિરના દેવીમા સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું હતું. અને તે બાદ શાળાના કે. જી, પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક તથા માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તનો મહિમા સમજાવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને ગુરુ વિશે અનોખું જ્ઞાનઆપ્યું હતું અને આ દિવસ શા માટે મહર્ષિના યાદમાં ઉજવવામાં આવે છે તેની માહિતી આપી હતી.
શાળાના આચાર્ય કુલદીપ.પી.મોરી વિદ્યાર્થીઓને ગુરુદક્ષિણા રૂપે એક ઉત્તમ નાગરિક બની રાષ્ટ્ર સેવા, સમાજ સેવા, કરવા ઉત્તમ રીતે અભ્યાસ કરવા, તેમજ વ્યસનના કરવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. તે પછી માધ્યમિક વિભાગના શિક્ષક પ્રિયંકાબેન હઠીલા દ્વારા ગુરુ પૂર્ણિમા દિવસ નિમિત્તે કાવ્ય ગાન કર્યું અને તે પછી કૈલાશબેન ડામોર દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

Share

Related posts

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ આજથી જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસીય મુલાકાતે, ભાજપની રાજનીતિને આપશે ધાર

Admin

દાહોદ ગામની ડબગર સમાજની સામાન્ય પરિવારની દિકરી CA બની સમાજનું ગૌરવ વધાર્યું

gujaratjanekta

ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ બનતા ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ફટાકડાની આતશબાજી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial